Home Gujarat Order To Remove Unauthorized Commercial Structures On Government Land

ગોધરામાં કલેક્ટરની મોટી કાર્યવાહી : સરકારી જમીન પર અનધિકૃત વાણિજ્ય ઉપયોગ લેવાતા બાંધકામો દૂર કરવા હુકમ

ગોધરામાં કલેક્ટરની મોટી કાર્યવાહી
Published by: OBS Bureau
Last Updated: Dec 23, 2025, 02:25 PM IST

Panchmahal News : પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરની મધ્યમાં આવેલી એક મહત્વની સરકારી જગ્યાને લઈને જિલ્લા પ્રશાસને કડક કાર્યવાહી કરી છે. શહેરના મોકાની જગ્યામાં આવેલી સરકારી જમીન પર “તત્વમ ઇમેજિંગ સેન્ટર” નામે અનધિકૃત રીતે વાણિજ્ય પ્રવૃત્તિ ચાલી રહી હોવાનું તપાસમાં બહાર આવતા જિલ્લા કલેક્ટર દ્વારા આ જગ્યા ફરીથી શ્રી સરકાર કરવાનો હુકમ આપવામાં આવ્યો છે.

અનધિકૃત બાંધકામો 30 દિવસની અંદર દૂર કરવા હુકમ

તપાસ દરમિયાન સામે આવ્યું છે કે, આ સરકારી જમીન મૂળરૂપે રહેણાંક હેતુ માટે આપવામાં આવી હતી, પરંતુ ત્યાં બાંધકામ કરીને કોઈપણ પૂર્વ મંજૂરી વિના વાણિજ્ય હેતુ માટે ઉપયોગમાં લેવામાં આવી રહી હતી. જિલ્લા કલેક્ટરે આ બાબતને ગંભીર માનીને સરકારી જગ્યામાં કરવામાં આવેલા તમામ અનધિકૃત બાંધકામો 30 દિવસની અંદર દૂર કરવાનો હુકમ કર્યો છે.

જિલ્લા કલેક્ટરનો કડક હુકમ

મહત્વની વાત એ છે કે સરકારે આ જમીન વર્ષ 1920માં 50 વર્ષના ભાડાપટ્ટા પર રહેણાંક હેતુ માટે આપી હતી. ભાડાપટ્ટાનો સમયગાળો પૂર્ણ થયા બાદ પણ તેને રિન્યુ કરાવવામાં આવ્યો ન હતો. તેમ છતાં, જમીનનો રહેણાંક હેતુ બદલીને વાણિજ્ય ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો, જે નિયમ વિરુદ્ધ હોવાનું તપાસમાં સ્પષ્ટ થયું છે. તપાસમાં વધુમાં ખુલ્યું છે કે, ભાડાપટાની સરકારની જમીન અથવા મિલકત પર સક્ષમ અધિકારીની પૂર્વ પરવાનગી લીધા વિના ભાડાપટ્ટા હક્ક ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. ઉપરાંત, ઉપરદળ વેચાણ દસ્તાવેજ દ્વારા કબજા સાથે મિલકત તબદીલ કરવામાં આવી હોવાના પુરાવા પણ સામે આવ્યા છે. આ તમામ અનિયમિતતાઓને ધ્યાનમાં રાખીને જિલ્લા પ્રશાસને કાર્યવાહી કરી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now