હવામાન વિભાગે ગુજરાતને લઈ આગામી 7 દિવસ વરસાદની આગાહી કરી છે. ગુજરાતમાં અગામી 2 દિવસ છૂટોછવાયો વરસાદ રહેવાની સંભાવાના રહેલી છે. જ્યારે 2 દિવસ બાદ સાર્વત્રિક વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. ગુજરાતમાં કેટલાક વિસ્તારમાં પવન સાથે વરસાદ પડશે.
દક્ષિણ ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ
હવામાન વિભાગે આવતી કાલે સૌરાષ્ટ્ર સહિત કચ્છમાં ભારે વરસાદની આગાહી કરી છે. સૌરાષ્ટ્રના વિવિધ જીલ્લામાં પણ વરસાદ આગાહીની છે. જેમ કે, રાજકોટ,અમરેલી,ભાવનગર જૂનાગઢ અને ગીર સોમનાથમાં વરસાદની આગાહી કરી છે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં સુરત ભરૂચ તાપી ડાંગ નવસારી વલસાડ દાદરા નગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ સાથે ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. આ સાથે સાથે અમદાવાદમાં પણ વરસાદ પડશે.
સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાશે
અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે વરસાદ પડવાની સંભાવના રહેલી છે. અગામી 12 કલાક પછી સાયક્લોનિક સર્ક્યુલેશન લો પ્રેશરમાં પરિવર્તિત થશે અને 36 કલાક બાદ ડિપ્રેશન સર્જાશે.





