ગુજરાત કરાર આધારિત આઉટસોર્સિંગ માનદ વેતન રોજમદાર કર્મચારી મહાસંઘ દ્વારા રાજ્ય સરકાર સામે વિવિધ માંગણીઓ સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે, પ્રતિક ઉપવાસ ધરણા યોજી વિરોધ નોંધાવ્યો છે. કર્મચારી મહાસંઘ દ્વારાપડતર માંગણીને લઈ આજે ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ધરણા યોજવામાં આવ્યા હતા
પડતર માંગણીઓને લઈ વિરોધ
આઉટસોર્સિંગ માનદ વેતન રોજમદાર કર્મચારી મહાસંઘ NGO રદ કરવા, સંમતિ પત્રક રદ કરવું, બાર માસના વેતન, SMC કમિટીમાં PM પોષણ સંચાલક નિમણૂક અને માનદ વેતન સહિતની પડતર માંગણીને લઈ વિરોધ નોંધાવ્યુ.
કર્મચારીઓએ રજૂ કરેલી મુખ્ય માંગણીઓ
N.G.O રદ્દ કરો અને સંમતિપત્ર રદ્દ કરો.
દર મહિને નિયમિત વેતન આપો, વારંવાર માસનું વેતન બાકી ન રાખો
સંચાલક, રસોઇયા અને મદદનીશોને યોગ્ય નિમણૂંક આપો
S.M.C કમિટીમાં પી.એમ. પોષણ શક્તિ કર્મચારીઓને જોડો.
M.D.M. કર્મચારીઓને નોકરીની સિક્યુરિટી આપો.
ઉગ્ર આંદોલનની ચીમકી
મહાસંઘના આગેવાનોનું કહેવું છે કે, ''ગુજરાતમાં પી.એમ. પોષણ યોજનાના કર્મચારીઓને આજદિન સુધી યોગ્ય વેતન મળતું નથી જ્યારે અન્ય માનદ વેતનધારકોને મળતા લાભો, આ કર્મચારીઓને પણ મળવા જોઈએ. કર્મચારીઓએ ચેતવણી આપી છે કે જો સરકાર તેમની માંગણીઓ સંતોષશે નહીં તો આંદોલનને વધુ ઉગ્ર બનાવવામાં આવશે''






