OPPO Reno 16 Series : ટેકનોલોજીની દુનિયામાં ઓપ્પો પોતાના શાનદાર કેમેરા અને પ્રીમિયમ લુક માટે જાણીતું છે. સ્માર્ટફોન પ્રેમીઓ લાંબા સમયથી OPPO Reno 16 સિરીઝની ભારતમાં લોન્ચ થવાની રાહ જોઈ રહ્યા હતા. હવે આ રાહ ટૂંક સમયમાં જ પૂરી થવા જઈ રહી છે. થોડા અઠવાડિયા પહેલા ચીનમાં ધૂમ મચાવ્યા બાદ હવે આ પાવરફુલ સ્માર્ટફોન સિરીઝ ભારતીય માર્કેટમાં એન્ટ્રી કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. સોશિયલ મીડિયા પર આ સિરીઝના લોન્ચિંગને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે, જેણે યુઝર્સનો ઉત્સાહ વધારી દીધો છે.
લોન્ચિંગ તારીખ વિશે મોટો ખુલાસો
ભારતમાં OPPO Reno 16 સિરીઝના લોન્ચિંગની તારીખ સત્તાવાર રીતે જાહેર થાય તે પહેલા જ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ સ્માર્ટફોનના અનેક ફીચર્સ લીક થઈ ગયા છે. આ રિપોર્ટ અનુસાર, આ સિરીઝ ભારતમાં આગામી મહિને એટલે કે 2 જુલાઈના રોજ લોન્ચ થવા જઈ રહી છે. જોકે, કંપની તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ લીક થયેલી વિગતો મુજબ આ લોન્ચિંગ હવે માત્ર ગણતરીના દિવસો જ દૂર છે.
Samsung Galaxy S26 Ultraની કિંમતમાં મોટો ઘટાડો: 200mp નો કેમેરો અને Snapdragon Elite ચિપ સાથે મળી રહ્યું છે બમ્પર ડિસ્કાઉન્ટ!
શાનદાર અને પ્રીમિયમ ડિસ્પ્લે
આ સિરીઝમાં કંપનીએ ડિસ્પ્લે ક્વોલિટી પર વિશેષ ધ્યાન આપ્યું છે. ચીનમાં લોન્ચ થયેલા મોડલના આધારે વાત કરીએ તો, આ સિરીઝના હાઇ-એન્ડ વેરિઅન્ટ એટલે કે Oppo Reno 16 Pro માં 6.78-ઇંચની 1.5K રિઝોલ્યુશનવાળી AMOLED ડિસ્પ્લે આપવામાં આવી છે. આ સ્ક્રીન 120Hz રિફ્રેશ રેટ અને 240Hz ટચ સેમ્પલિંગ રેટ સાથે આવે છે, જેના કારણે ફોન વાપરવાનો અનુભવ ખુબ જ સ્મૂધ બને છે. આ સિવાય તેમાં 1,800nitsની પીક બ્રાઇટનેસ મળે છે, જેથી તડકામાં પણ સ્ક્રીન સરળતાથી જોઈ શકાય છે. ભારતીય વેરિઅન્ટમાં પણ આવા જ સ્પેસિફિકેશન્સ મળવાની આશા છે.
અદભુત 200 મેગાપિક્સલ કેમેરા
ઓપ્પોની રેનો સિરીઝ હંમેશા તેના કેમેરા પરફોર્મન્સ માટે લોકપ્રિય રહી છે. આ વખતે કંપનીએ મોટો ધમાકો કર્યો છે. આ ફોનમાં 200mpનો મુખ્ય કેમેરો આપવામાં આવ્યો છે. આ પાવરફુલ કેમેરાની મદદથી યુઝર્સ એકદમ ક્રિસ્ટલ ક્લિયર અને પ્રોફેશનલ ફોટોગ્રાફી કરી શકશે. ભારતમાં લોન્ચ થનારા મોડલમાં પણ આ જ 200mpનો કેમેરો જોવા મળી શકે છે, જે ફોટોગ્રાફીના શોખીનો માટે એક ઉત્તમ વિકલ્પ સાબિત થશે.
'હવે મંગળ પર માણસોનું શહેર વસાવવાનો સમય': ટ્રિલિયોનેર બન્યા પછી મસ્કે શેર કર્યું જીવનનું સૌથી મોટું સપનું, જાણીને તમે પણ ચોંકી જશો
દમદાર બેટરી અને ફાસ્ટ ચાર્જિંગ
લાંબો સમય સુધી ફોન ચાર્જ ન કરવો પડે તે માટે કંપનીએ આ સિરીઝમાં ખૂબ જ મોટી બેટરી આપી છે. Oppo Reno 16 Pro વેરિઅન્ટમાં 7,000mAhની વિશાળ બેટરી આપવામાં આવી છે, જ્યારે તેના બેઝ મોડલ Oppo Reno 16માં 6,700mAhની દમદાર બેટરી ઉપલબ્ધ છે. આ સ્માર્ટફોન્સ 80W વાયરલેસ ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે, જેનાથી આટલી મોટી બેટરી પણ ખૂબ જ ઝડપથી ચાર્જ થઈ જાય છે.






