Home Gujarat Operation Shield Mock Drill To Be Held In All Districts Of Gujarat Tomorrow

હવે 31 મે ના રોજ યોજાશે મોકડ્રીલ : જમ્મુ અને કાશ્મીર, પંજાબ, રાજસ્થાન, ગુજરાત, હરિયાણા અને ચંદીગઢમાં મોક ડ્રીલ

હવે 31 મે ના રોજ યોજાશે મોકડ્રીલ
Published by: OBS Bureau
Last Updated: May 29, 2025, 03:01 PM IST

ઓપરેશન શીલ્ડ હેઠળ, હવે 31 મેના રોજ જમ્મુ અને કાશ્મીર, પંજાબ, રાજસ્થાન, ગુજરાત, હરિયાણા અને ચંદીગઢમાં મોક ડ્રીલ યોજાશે. આ કવાયત પહેલા 29 મેના રોજ યોજાવાની હતી પરંતુ વહીવટી કારણોસર મુલતવી રાખવામાં આવી હતી. અગાઉ, 7 મેના રોજ, ઓપરેશન સિંદૂરના થોડા કલાકો પહેલા દેશભરમાં મોક ડ્રીલ યોજાઈ હતી.

અગાઉ, આ મોકડ્રીલ 29 મેના રોજ યોજાવાની હતી પરંતુ વહીવટી કારણોસર મુલતવી રાખવામાં આવી હતી.

ઓપરેશન સિંદૂર પછી, પાકિસ્તાન દ્વારા ભારતના નાગરિક વિસ્તારો અને ધાર્મિક સ્થળોને નિશાન બનાવવામાં આવ્યા હતા. ઓપરેશન શીલ્ડ હેઠળ યોજાનારી મોક ડ્રીલનો હેતુ સરહદી રાજ્યોમાં કટોકટીનો સામનો કરવા માટેની તૈયારીઓ તપાસવાનો છે. તેમાં NDRF, નાગરિક સંરક્ષણ, સ્થાનિક પોલીસ, આરોગ્ય વિભાગ અને અન્ય એજન્સીઓ શામેલ હશે.

નોંધનીય છે આ પહેલા, 7 મેના રોજ, ઓપરેશન સિંદૂરના થોડા કલાકો પહેલા, દેશભરમાં એક મોક ડ્રીલ કરવામાં આવી હતી. તે જ રાત્રે, ભારતીય સેનાએ પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં આતંકવાદીઓના નવ ઠેકાણાઓને નિશાન બનાવીને એક મોટી કાર્યવાહી હાથ ધરી હતી.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now