Home Gujarat One Day Remand Of Controversial Kirti Patel Approved

વિવાદિત કિર્તી પટેલના એક દિવસના રિમાન્ડ મંજૂર : ઉદયપુરમાંથી કરાઈ હતી ધરપકડ, 14 પોલીસ સ્ટેશનના ચોપડે છે આરોપી, કયાં કેસમાં કાર્યવાહી?

વિવાદિત કિર્તી પટેલના એક દિવસના રિમાન્ડ મંજૂર
Published by: OBS Bureau
Last Updated: Feb 23, 2026, 05:51 AM IST

જૂનાગઢ પોલીસે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર કિર્તી પટેલની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આરોપીને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી, જેમાં કોર્ટે એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. મળતી માહિતી મુજબ, ફરીયાદીને ફોન પર ગાળો બોલી બળાત્કારના ખોટા કેસમાં ફસાવવાની તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી રૂપિયા 20 લાખની ખંડણી માંગવાના ગંભીર આરોપો હેઠળ આ ગુનો નોંધાયો હતો.

વિવાદિત કીર્તી પટેલના એક દિવસના રિમાન્ડ મંજૂર

ફરિયાદી દ્વારા કિર્તી પટેલના સાધુ-સંતો અને સનાતન ધર્મ અંગેના ખોટા વીડિઓનો વિરોધ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ આરોપી અને તેના સાગરીતોએ મળીને ફરીયાદીને ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપ પર વોઇસ કોલ કરી ધમકીઓ આપી હતી. “અમારા વ્યુઅર્સ ઘટી ગયા છે, તું વીડિઓ હટાવી દે અને 20 લાખ રૂપિયા આપી દે, નહીં તો બળાત્કારના કેસમાં ફસાવી જેલમાં મોકલી દેશું” તેવી ધમકીઓ આપવામાં આવી હોવાનું ફરિયાદમાં ઉલ્લેખ છે. આ ધમકીઓથી ભયભીત થઈ ફરીયાદીએ ફીનાઇલ પીધાનો વીડિયો બનાવી વાયરલ કર્યો હતો, જેના આધારે ગુનો નોંધાયો હતો.

પોલીસ કાર્યવાહી

જુનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 308(4), 308(6), 351(3), 54 અને 296(બી) હેઠળ ગુનો દાખલ થયો છે. તપાસ પો.ઇન્સ. એફ.બી. ગગનીયા ચલાવી રહ્યા છે. આરોપી સામે ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરજમાં રૂકાવટ અને ધાર્મિક લાગણી દુભાવવાનો ગુનો પણ નોંધાયેલ હોવાનું જાણવા મળે છે.

આરોપી કિર્તી પટેલ ઉદેપુરથી ઝડપાઈ

આરોપી નાસતા ફરતા હોવાને કારણે જિલ્લા ક્રાઈમ બ્રાન્ચ, તાલુકા પોલીસ સ્ટેશન, એસઓજી અને પેરોલ-ફર્લો સ્ક્વોડની અલગ-અલગ ટીમો બનાવવામાં આવી હતી. પેરોલ-ફર્લો સ્ક્વોડના પો.સબ.ઇન્સ. એસ.એ. સોલંકીને મળેલી બાતમીના આધારે આરોપીને ઉદેપુર ખાતેથી ઝડપી પાડવામાં આવી હતી. આરોપી કિર્તીબેન ડો/ઓ રણછોડભાઈ અડાલજા પટેલ (ઉંમર 34), મૂળ વાઘેલા, તા. વઢવાણ, જી. સુરેન્દ્રનગર અને હાલ સુરત રહે છે. અન્ય ફરાર આરોપીઓની શોધખોળ ચાલુ છે.

આ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા છે ગુના

(1) સુરત શહેર અમરોલી પો.સ્ટે.

(2) સુરત શહેર પુણા પો.સ્ટે.

(3) સુરત ગ્રામ્ય કામરેજ પો.સ્ટે.

(4) અમદાવાદ શહેર સેટેલાઇટ પો.સ્ટે.

(6) જુનાગઢ ભેસાણ પો.સ્ટે.

(7) અમદાવાદ શહેર વસ્ત્રાપુર પો.સ્ટે.

(8) અમદાવાદ શહેર સોલા હાઇકોટેપો.સ્ટે.

(9) સુરત શહેર કામરેજ પો.સ્ટે.

(10) સુરત શહેર કાપોદ્રા પો.સ્ટે.

(11) સુરત શહેર લસકાણા પો.સ્ટે.

(12) જૂનાગઢ ભવનાથ પો.સ્ટે.

(13) જૂનાગઢ ભવનાથ પો.સ્ટે.

(14) જૂનાગઢ તાલુકા પો.સ્ટે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now