Home Gujarat Ahmedabad Oil Leaked From The Ground In The Middle Of The Road In Ahmedabad Vastral

અમદાવાદમાં જમીનમાંથી કાળું પ્રવાહી નીકળતા લોકોમાં કૂતુહલતા : જમીનમાંથી એવી અજીબ વસ્તુ નીકળી કે જોવા માટે લોકોના ટોળે-ટોળા ઉમટ્યા

Vastral RAF Camp Oil Leakage
Play Video
Published by: Nirali Gohil
Last Updated: Apr 13, 2026, 06:10 AM IST

અમદાવાદના પૂર્વ વિસ્તારમાં આવેલા વસ્ત્રાલમાં આજે એક અજીબોગરીબ ઘટના સામે આવી છે, જેને જોઈને સ્થાનિકોમાં કુતૂહલ અને ચિંતા બંને જોવા મળી રહ્યા છે. વસ્ત્રાલ RAF કેમ્પ પાસે અચાનક રસ્તા પર જમીનમાંથી કાળું ઘટ્ટ પ્રવાહી એટલે કે ઓઈલ નીકળવાનું શરૂ થતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. શરૂઆતમાં લોકોને લાગ્યું કે કદાચ કોઈ કુદરતી સ્ત્રોત છે, પરંતુ ઓઈલનો પ્રવાહ વધતા આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા. ઘટનાની જાણ થતા જ આસપાસના લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. ઘણા લોકોએ આ દ્રશ્યો મોબાઈલમાં કેદ કર્યા હતા. પ્રાથમિક દ્રષ્ટિએ આ કોઈ કુદરતી ઘટના નહીં, પરંતુ જમીન નીચેથી પસાર થતી ONGC (ઓઈલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન) ની પાઈપલાઈનમાં ભંગાણ હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. રસ્તા પર ઓઈલ ફેલાવાને કારણે વાહનચાલકો માટે પણ જોખમ ઊભું થયું છે.

RAF કેમ્પ પાસેની ઘટના: સુરક્ષાને લઈ ચિંતા

વસ્ત્રાલના વ્યસ્ત ગણાતા અને RAF કેમ્પની નજીક આવેલા આ વિસ્તારમાં ઓઈલ નીકળવાની ઘટનાને પગલે વહીવટી તંત્ર પણ દોડતું થયું છે. આ વિસ્તારમાં જમીન નીચેથી ક્રૂડ ઓઈલની લાઈનો પસાર થાય છે. જો ખરેખર લાઈનમાં ભંગાણ હોય, તો તે મોટી દુર્ઘટનાનું કારણ બની શકે છે. હાલમાં સાવચેતીના ભાગરૂપે લોકોને તે જગ્યાથી દૂર રહેવાની સૂચના આપવામાં આવી રહી છે.

આ પણ વાંચો: પાકિસ્તાનની વહારે સાઉદી-કતાર : આટલા કરોડની રૂપિયાની મદદથી UAEનું દેવું ચૂકવશે, જાણો શું છે આખો પ્લાન

ONGCની લાઈનમાં ભંગાણની પ્રબળ શક્યતા

સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર, જે રીતે પ્રેશર સાથે ઓઈલ બહાર આવી રહ્યું છે, તે જોતા સ્પષ્ટ લાગે છે કે ONGCની પાઈપલાઈનમાં ક્યાંક મોટું પંચર કે ભંગાણ પડ્યું છે. સામાન્ય રીતે આવી લાઈનોમાં પ્રેશર ખૂબ વધારે હોય છે, જે લોકેશન પર ભંગાણ પડે ત્યાંથી ઓઈલ જમીન ફાડીને બહાર આવે છે. આ અંગે ONGCના અધિકારીઓને જાણ કરવામાં આવી હોવાની વિગતો મળી રહી છે, જેથી વહેલી તકે લાઈનનું રિપેરિંગ કામ શરૂ કરી શકાય.

લોકોના ટોળા વળ્યા, ટ્રાફિક જામની સ્થિતિ

રસ્તાની મધ્યમાં ઓઈલ નીકળતું જોઈને રસ્તે પસાર થતા વાહનચાલકો પણ થોભી ગયા હતા. લોકોમાં એવી ચર્ચા પણ જાગી હતી કે શું જમીનમાંથી તેલ નીકળ્યું છે? જોકે, ટેકનિકલ કારણોને લીધે આ માત્ર પાઈપલાઈન લીકેજ હોવાનું જણાય છે. પોલીસ અને તંત્ર દ્વારા આસપાસના વિસ્તારને કોર્ડન કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે જેથી કોઈ આગ જેવી દુર્ઘટના ન ઘટે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now