Home Gujarat Nsuis Fierce Protest At Gujarat University

ગુજરાત યુનિવર્સિટીમાં NSUI નો ઉગ્ર વિરોધ : યુનિવર્સીટીની ભરતી પ્રક્રિયામાં કૌભાંડ થતું હોવાનો NSUI નો આક્ષેપ

ગુજરાત યુનિવર્સિટીમાં NSUI નો ઉગ્ર વિરોધ
Play Video
Published by: OBS Bureau
Last Updated: Mar 13, 2026, 12:44 PM IST

Gujarat University NSUI Protest: ગુજરાત યુનિવર્સિટીમાં ચાલી રહેલી ભરતી પ્રક્રિયામાં મોટાપાયે ગેરરીતિના આક્ષેપો સાથે NSUI દ્વારા શુક્રવારે (13મી માર્ચ) ઉગ્ર દેખાવો કરાયો હતો અને યુનિવર્સિટી બંધ રાખવામાં આવી હતી. આ મામલે NSUI એ યુનિવર્સિટીના કુલપતિ પર ગંભીર આક્ષેપો લગાવ્યા છે.

NSUI એ કુલપતિની કામગીરી પર સવાલ ઉઠાવતા કહ્યું હતું કે, 'ગુજરાત યુનિવર્સિટી દ્વારા જ્યારે પણ ભરતી પ્રક્રિયાની જાહેરાત કરવામાં આવી, એ ભરતી પ્રક્રિયામાં ખાસ કિસ્સાઓમાં 'ગોઠવણ' કોને-કોને કરવાની છે એ પ્રમાણે ભરતી પ્રક્રિયા જાહેર કરી અને એમાં રૂલ્સ-રેગ્યુલેશન બનાવવામાં આવ્યા હતા.'

'NSUI એ જ્યારે રજૂઆત કરી હતી કે આ ભરતી પ્રક્રિયા સંપૂર્ણપણે ખોટી થઈ રહી છે, પરંતુ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ જૂઠું બોલવામાં નંબર-વન હોય એ રીતે જૂઠું બોલી રહ્યા હતા. પરંતુ સવારે જૂઠું બોલે અને રાત્રે હકીકત બહાર આવે એમ 4 અલગ-અલગ પ્રકારની ભરતી પ્રક્રિયા અને પરીક્ષાઓ મોકૂફ રાખવી પડી હતી.'

'હજી પણ અમે કહીએ છીએ કે સીનિયર ક્લાર્કની ભરતી પ્રક્રિયામાં પણ ગોલમાલ થઈ છે. ખાસ કિસ્સામાં જનરલ કેટેગરીની મહિલામાં જે વય મર્યાદા રાતોરાત સુધારીને રૂલ્સ-રેગ્યુલેશન બનાવવામાં આવ્યા છે, એ ભરતી પ્રક્રિયા પણ કેન્સલ થાય એવી અમારી સંપૂર્ણપણે માંગણી છે,' NSUI એ વધુમાં જણાવ્યું.

NSUIન ની માંગ છે કે, "તમામ ભરતી પ્રક્રિયા રદ થવી જોઈએ, નવેસરથી ચાલુ થવી જોઈએ અને જે ઉમેદવારોને અન્યાય થયો છે એ ઉમેદવારોની વાત સાંભળવામાં આવે. આ રૂલ્સ-રેગ્યુલેશનમાં અનામતના યુવાનો માટે જે રીતે અન્યાય થયો છે, વય મર્યાદામાં છૂટછાટ આપવામાં આવી નથી, તે ઉમેદવારોને છૂટછાટ આપવામાં આવે."

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now