Home Gujarat Nsui Protests Before Pm Arrival Black Flags Displayed Slogans Raised

PMના આગમન પહેલા NSUIનો વિરોધ ; કાળા વાવટા બતાવ્યા, નારા લગાવ્યા : અમદાવાદમાં NSUIના કાર્યકરોની ઊંચકી ઊંચકીને અટકાયત

PMના આગમન પહેલા NSUIનો વિરોધ ; કાળા વાવટા બતાવ્યા, નારા લગાવ્યા
Play Video
Published by: OBS Bureau
Last Updated: Aug 25, 2025, 01:24 PM IST

PM મોદી 25 અને 26 ઓગસ્ટ એમ બે દિવસ ગુજરાત પ્રવાસે આવી રહ્યાં છે. જે પહેલા કોંગ્રેસના કેટલાક નેતાઓની પોલીસ અટકાયત કરી છે. ત્યારે આ બધાની વચ્ચે વિરોધ કરી રહેલા NSUIના કાર્યકર્તાઓને પોલીસે ઊંચકી ઊંચકીને અટકાયત કરી છે.

NSUIના કાર્યકરોને પોલીસે ઉંચકી ઉંચકીને અટકાયત કરી

PMમાં નિકોલની જનસભા કાર્યક્રમ અને રોડ શો પહેલાં જ કોંગ્રેસના આગેવાનોની પોલીસે અટકાયત કરી લીધી છે. જે બાદ NSUIએ વિવિધ મુદ્દાઓ પર વિરોધ નોંધાવ્યો છે. વોટચોરીના મુદ્દે ઉગ્ર સુત્રોચાર કરીને કાળા વાવટા બતાવી સરકાર સામે વિરોધ નોંધાવ્યો હતો અને દેખાવ કર્યો હતો. જેના પગલે પોલીસે NSUIના કાર્યકરોને પોલીસે ઉંચકી ઉંચકીને અટકાયત કરી હતી.


''સત્ય છૂપાવવા માટે પોલીસને આગળ કરવામાં આવે છે''

કોંગ્રેસ નેતા મનિષ દોશીએ કહ્યું કે, ''પ્રધાનમંત્રી ગુજરાતમાં આવે છે ત્યારે આવકાર છે, પરંતુ તેઓ આવે છે ત્યારે મનની વાત તો બહુ કરે છે પરંતુ ક્યારેક જનતાના દિલની વાત સાંભળે તેવી અપેક્ષા ગુજરાતની જનતા રાખે છે. ગુજરાતમાં જે રીતે પ્રધાનમંત્રીના આગમન પહેલા પ્રજાને તકલીફ છે, પ્રજા મુશ્કેલી છે તેમજ ભ્રષ્ટાચાર ગળાડૂભ હોય મંત્રી કે સત્રી કોઈની વાત સાંભળતા ન હોય ત્યારે લોકશાહીને વાંચા આપી કોંગ્રેસ પક્ષ પ્રધાનમંત્રીને મળવા માંગતો હોય ત્યારે દુખ સાથે કહેવું પડી રહ્યું છે કે, ડરી ગયેલી સરકાર, સત્ય છૂપાવવા માટે પોલીસને આગળ કરવામાં આવી રહી છે.


''પોલીસે અટકાયત કરી છે, જે સંપૂર્ણ ગેરબંધારણીય છે''

કોંગ્રેસના પ્રવક્તા મનિષ દોશીએ કહ્યું કે, ''અમારા શહેર અધ્યક્ષ સોનલબેન પટેલને તેમના ઘરેથી અટકાયત કરવામાં આવી છે. અમારા પ્રદેશ પ્રવક્તા હેમાંગ રાવલ સહિતના શહેરના આગેવાનોની અટકાયત કરવામાં આવી છે. જેમા બાપુનગરના પ્રવક્તા નાગજી દેસાઈ, વિપુલ પંડ્યા વેજલપુરથી અમિત નાયક સહિતના આગેવાનોની પોલીસે અટકાયત કરી છે, જે સંપૂર્ણ ગેરબંધારણીય છે''.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now