Home Gujarat Ahmedabad Nsui Protest Against Dharmendra Pradhan Ahmedabad

અમદાવાદમાં કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનો વિરોધ : NEET UG મુદ્દે NSUI કાર્યકરોના કાળા વાવટા સાથે સૂત્રોચ્ચાર

IIM nsui વિરોધના દ્રશ્યો
Published by: Chintan Chavda
Last Updated: May 14, 2026, 10:31 AM IST

NEET પરીક્ષા પેપર લીક મુદ્દે દેશભરમાં ઉગ્ર બનેલા વિરોધ વચ્ચે અમદાવાદમાં કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાનની મુલાકાત દરમિયાન વિરોધના દ્રશ્યો સામે આવ્યા હતા. અમદાવાદ સ્થિત Indian Institute of Management Ahmedabad ખાતે યોજાયેલા કાર્યક્રમ દરમિયાન NSUI કાર્યકરો દ્વારા વિરોધ પ્રદર્શન કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પોલીસે કાર્યવાહી કરીને કેટલાક કાર્યકરોની અટકાયત કરી હતી.

મળતી માહિતી મુજબ, NEET પેપર લીક મામલે વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થી સંગઠનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આવી સ્થિતિમાં શિક્ષણમંત્રીની અમદાવાદ મુલાકાતને લઈને પહેલાથી જ વિરોધની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી હતી. NSUI દ્વારા પણ વિરોધ પ્રદર્શનની ચીમકી આપવામાં આવી હતી.

ગુપ્ત રાખાયો હતો કાર્યક્રમ

સામાન્ય રીતે કેન્દ્રીય મંત્રીઓના કાર્યક્રમોની વિગતો અગાઉથી જાહેર કરવામાં આવતી હોય છે, પરંતુ આ વખતે શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાનની અમદાવાદ મુલાકાતને લો-પ્રોફાઈલ રાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો તેવી ચર્ચા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, NEET પેપર લીક વિવાદને ધ્યાનમાં રાખીને કાર્યક્રમની માહિતી મર્યાદિત રાખવામાં આવી હતી.

જોકે, કાર્યક્રમ ગુપ્ત રાખવામાં આવ્યો હોવા છતાં NSUI કાર્યકરો સુધી મુલાકાતની જાણકારી પહોંચી ગઈ હતી. જેના કારણે IIM અમદાવાદ બહાર પોલીસ દ્વારા પહેલેથી જ કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
પરિણીતાનાં રહસ્યમય મોત બાદ પતિ સહિત સાસરિયા સામે ગુનો થયો દાખલ: દહેજનાં ભૂખ્યા હતા સાસરિયા?

કાળા વાવટા સાથે પહોંચ્યા કાર્યકરો

કેન્દ્રીય શિક્ષણમંત્રીનો કાફલો IIM અમદાવાદના ગેટ પરથી બહાર નીકળ્યો ત્યારે NSUIના કેટલાક કાર્યકરો અચાનક કાળા વાવટા અને કાળા કપડાં સાથે વિરોધ કરવા ધસી આવ્યા હતા. કાર્યકરોએ NEET પેપર લીક મુદ્દે કેન્દ્ર સરકાર અને શિક્ષણ મંત્રાલય વિરુદ્ધ સૂત્રોચ્ચાર પણ કર્યા હતા.

વિરોધ વધુ ઉગ્ર ન બને તે માટે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી અને વિરોધ કરી રહેલા કાર્યકરોને કસ્ટડીમાં લીધા હતા. સમગ્ર ઘટનાને કારણે થોડા સમય માટે વિસ્તારમાં તંગદિલી જેવી સ્થિતિ સર્જાઈ હતી.
ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓને આ વર્ષે મળશે નવી માકર્શીટ: હોલોગ્રામની જગ્યાએ હશે QR કોડ, નકલી પ્રમાણપત્રો પર લાગશે લગામ

NEET મુદ્દે રાજકીય ગરમાવો

NEET પેપર લીક મુદ્દો હવે દેશવ્યાપી રાજકીય મુદ્દો બની ગયો છે. વિવિધ વિદ્યાર્થી સંગઠનો અને વિપક્ષી પક્ષો પરીક્ષા વ્યવસ્થામાં પારદર્શિતા, જવાબદારી અને કડક કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now