Home Gujarat No End To Horn Honking In Surat Traffic Police Launch Mega Campaign

સુરતમાં હોર્નબાજોની ખૈર નહીં! : ટ્રાફિક પોલીસનું મેગા અભિયાન શરુ, નિયમ તોડનારને સીધો દંડ

સુરતમાં હોર્નબાજોની ખૈર નહીં!
Play Video
Published by: OBS Bureau
Last Updated: Dec 05, 2025, 08:29 AM IST

Surat Hornpiper Rules: સુરત શહેરના રસ્તાઓ પર “જલ્દી ચલ, હોર્ન માર”વાળી માનસિકતા હવે મોંઘી પડશે! સુરત ટ્રાફિક પોલીસે પ્રથમ વખત બિનજરૂરી તેમજ સતત હોર્ન વગાડી ધ્વનિ પ્રદૂષણ ફેલાવનારાઓ સામે કડક કાર્યવાહી શરૂ કરી છે. મોટર વ્હીકલ એક્ટની કલમ-190(2) હેઠળ હવે એક પણ વાર બિનજરૂરી હોર્ન મારનારને ₹500થી ₹1,000 સુધીનો દંડ ફટકારવામાં આવશે.

આગામી દિવસોથી સીધો ચલણ કપાશે

હાલ 7 દિવસનું જાગૃતિ અભિયાન ચાલુ છે, જેમાં લોકોને સમજાવવામાં આવી રહ્યા છે કે સિગ્નલ પર ઊભેલી ગાડીઓ આગળ હોર્ન મારવાથી કંઈ ઝડપથી ગ્રીન લાઇટ નથી આવતી! તેમ છતાં જો કોઈએ ન સુધરવું હોય તો આગામી દિવસોથી સીધો ચલણ કપાશે.

આદત છોડાવવા માટે કાયદાનો ડંડો તૈયાર

ટ્રાફિક ACP એસ.આર. ટંડેલે જણાવ્યું હતું કે, “સુરતના લોકોને હોર્નની આદત એટલી બધી પડી ગઈ છે કે સ્ટોપ લાઇન પર ગાડી ઊભી હોય તોપણ પાછળના વાહનચાલકો હોર્નનો મેળો ગોઠવી દે છે. હવે આ આદત છોડાવવા માટે કાયદાનો ડંડો તૈયાર છે.”આ અભિયાનથી શહેરના રસ્તાઓ પર થોડી શાંતિ આવે તેવી આશા છે… અને તમારા વાહનના હોર્નને પણ થોડો આરામ મળે!

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now