Home Gujarat No Chance Of Heavy Rain For 7 Days Light Rain Forecast From July 18 To 24

7 દિવસ અતિભારે વરસાદની શક્યતા નહિવત : 18થી 24 જુલાઈ દરમિયાન હળવા વરસાદની આગાહી

7 દિવસ અતિભારે વરસાદની શક્યતા નહિવત
Published by: OBS Bureau
Last Updated: Jul 18, 2025, 05:13 AM IST

ગુજરાતમાં છેલ્લા એક મહિનાથી મેઘરાજાએ જમીને ભીંજવી નાખી હતી, પરંતુ હવે તેમનો મિજાજ થોડો શાંત થયો છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે આગામી સાત દિવસ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા નથી. ચોમાસાની સિસ્ટમ હજુ સક્રિય હોવા છતાં, તેનું મુખ્ય કેન્દ્રરાજ્યમાં નહીં પણ પશ્ચિમ રાજસ્થાન તરફ છે.

આગામી દિવસોની હવામાન સ્થિતિ:

18 થી 24 જુલાઈ 2025 દરમિયાન રાજ્યના વિવિધ વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવેથી મધ્યમ વરસાદ વરસી શકે છે.

કેટલાક વિસ્તારમાં છૂટાછવાયા ઝાપટા પડશે.

ભારે વરસાદની શક્યતા નહીંવત, એટલે નદીઓમાં પૂર આવવાની હાલ તત્કાલ કોઈ ભયની સ્થિતિ નથી.

ઉત્તર અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં જલદી તાપમાન 1-2 ડિગ્રી સુધી વધી શકે છે.

ખાસ ધ્યાન આપશો:

ગાજવીજ સાથે વરસાદની આગાહી હોવાથી લોકો ઘર બહાર નીકળતી વખતે સાવચેત રહે.

વીજળી પડવાની શક્યતા હોય તો ખૂલ્લા મેદાનમાં રહેવાનું ટાળવું.

વરસાદી સિસ્ટમનું કેન્દ્ર:

મજબૂત સિસ્ટમ રાજસ્થાન પર સક્રિય છે, જેના કારણે ત્યાં ભારે વરસાદ વરસી રહ્યો છે.

ગુજરાતમાં તેમનો સીધો પ્રભાવ ન હોવાથી વરસાદ શાંત રહેવાનો અનુમાન છે.

તાપમાનમાં વધારો:

વરસાદ ઓછો પડતા ગરમીમાં પણ થોડો વધારો થઈ શકે છે.

મધ્ય ગુજરાત, સાઉથ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પારો 34-36°C સુધી પહોંચી શકે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now