પબ્લિક સેક્ટરની માઈનિંગ કંપની NMDCના શેર આ અઠવાડિયે ફોકસમાં રહેશે. તાજેતરમાં જ કંપનીના એક બોર્ડ મેમ્બરે કંપનીના શેરધારકોને 2:1 ના રેશિયોમાં બોનસ શેર આપવાની અંગેની મંજૂરી આપી દીધી છે. જેને લઈને 27મી ડિસેમ્બરની રેકોર્ડ ડેટ નક્કી કરવામાં આવી છે. એટલે કે, જો તમારી પાસે આ તારીખ પહેલા કંપનીના શેરમાંથી એક શેર હોય, તો તમને બે વધારાના શેર મળશે. કંપની 16 વર્ષ પછી બોનસ શેર આપી રહી છે. તમને જણાવી દઈએ કે, ગયા મંગળવારે આ શેરની કિંમત 212.60 રૂપિયા હતી. આજે નાતાલના અવસર પર શેરબજાર બંધ છે.
બોનસ શેર શું છે?
બોનસ શેર એ હાલના શેરધારકોને કોઈ પણ જાતના વધારાના પૈસા આપ્યા વિના આપવામાં આવતા વધારાના શેર છે, જે શેરહોલ્ડર્સ હાલમાં ધરાવે છે તે શેરના જથ્થાના આધારે. આ શેરો કંપનીની જાળવી રાખેલી કમાણીનું પ્રતિનિધિત્વ કરે છે, જે ડિવિડન્ડ તરીકે જારી કરવાને બદલે મફત શેર તરીકે એલોટ કરવામાં આવે છે.
સપ્ટેમ્બર ક્વાર્ટરના પરિણામો
ચાલુ નાણાકીય વર્ષના જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં NMDCનો કોન્સોલિડેટેડ ચોખ્ખો નફો 16.66 ટકાતી વધીને રૂ. 1,195.63 કરોડ થયો છે. પાછલા નાણાકીય વર્ષની જેમ જ ક્વાર્ટરમાં કંપનીનો ચોખ્ખો નફો રૂ. 1,024.86 કરોડ હતો. આમ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં NMDCની કુલ આવક 22 ટકા વધીને રૂ. 5,279.68 કરોડ થઈ છે જે, ગયા નાણાકીય વર્ષના સમાન ક્વાર્ટરમાં રૂ. 4,335.02 કરોડ હતી. NMDC, સ્ટીલ મંત્રાલય હેઠળ, ભારતનું સૌથી મોટી કાચા લોખંડની માઈનિંગ કરતી કંપની છે, જે સ્ટીલ નિર્માણ માટે વપરાતા કાચા માલ દેશની લગભગ 20 ટકા માંગને સંતોષે છે.
Personal Loan લેવી છે?: બેંક રિજેક્ટ ન કરે તે માટે અરજી પહેલાં તૈયાર રાખો આ જરૂરી દસ્તાવેજો






