Home Gujarat Nitin Naveen Took Classes From The Districts Chief Ministers And Chief Ministers

નીતિન નવીનએ જિલ્લાનાં પ્રમુખ-મહામંત્રીઓના લીધા ‘ક્લાસ’! : CM, DyCM, પ્રદેશ પ્રમુખ રહ્યાં હાજર, બુથ ડેટા અને લોક સંપર્ક મુદ્દે મંથન

નીતિન નવીનએ જિલ્લાનાં પ્રમુખ-મહામંત્રીઓના લીધા ‘ક્લાસ’!
Play Video
Published by: OBS Bureau
Last Updated: Feb 21, 2026, 01:05 PM IST

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીનના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ કાર્યકરો માટે મહત્વપૂર્ણ રહ્યો હતો. કમલમ ખાતે યોજાયેલી વિશેષ બેઠકમાં સંગઠન મજબૂત બનાવવા અને આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખી વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.

જિલ્લાનાં અધ્યક્ષ-મહામંત્રીઓનો ખાસ ‘ક્લાસ’ લીધો

આ બેઠકમાં ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, પ્રદેશ અધ્યક્ષ જગદીશ પંચાલ, રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બી.એલ. સંતોષ તથા પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકર સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત ભાજપના સંગઠનના હોદેદારો, સિનિયર નેતાઓ અને શહેર-જિલ્લાના અધ્યક્ષ તથા મહામંત્રીઓ પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. બેઠક દરમિયાન રાષ્ટ્રીય અધ્યક્ષે પ્રદેશ ભાજપના મુખ્ય હોદ્દેદારો તેમજ શહેર અને જિલ્લાનાં અધ્યક્ષ-મહામંત્રીઓનો ખાસ ‘ક્લાસ’ લીધો હતો.

માળખું વધુ સશક્ત બને તે માટે માર્ગદર્શન આપવામાં આવ્યું

સંગઠનાત્મક માળખું વધુ સશક્ત બને તે માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ખાસ કરીને આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખી બુથ સ્તર સુધીની તૈયારીઓ, બુથ ડેટાની સમીક્ષા અને લોકસંપર્ક વધારવા અંગે વિગતવાર મંથન થયું હતું. સાથે જ કાર્યકરોને વધુ સક્રિય બનાવવા, સરકારની યોજનાઓ લોકો સુધી પહોંચાડવા અને ગ્રાઉન્ડ લેવલ પર મજબૂત નેટવર્ક ઉભું કરવા અંગે પણ દિશા-નિર્દેશ આપવામાં આવ્યા હતા. સમગ્ર બેઠકમાં સંગઠન એકતા અને ચૂંટણીની વ્યૂહરચનાને પ્રાથમિકતા આપવામાં આવી હતી.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now