Home Gujarat New Year Begins With Promotions For Ias Ips Officers

નવા વર્ષની શરૂઆતમાં IAS-IPS અધિકારીઓને 'બઢતીના ઘી-કેળા'! : પાંચ વરિષ્ઠ IAS અધિકારીઓને ACS તરીકે બઢતી, જુઓ DGP ગ્રેડમાં કોને મળ્યું પ્રમોશન?

નવા વર્ષની શરૂઆતમાં IAS-IPS અધિકારીઓને 'બઢતીના ઘી-કેળા'!
Published by: OBS Bureau
Last Updated: Jan 01, 2026, 06:02 AM IST

IAS-IPS promotion : નવા વર્ષની શરૂઆત સાથે જ ગુજરાત સરકારે વહીવટી તંત્ર અને પોલીસ વિભાગમાં વ્યાપક સ્તરે ફેરફારો કરીને અધિકારી વર્ગને સકારાત્મક અને પ્રોત્સાહક સંદેશો આપ્યો છે. રાજ્ય સરકારે IAS અને IPS કેડરમાં મોટા પાયે બઢતીઓની જાહેરાત કરી છે, જેને કારણે વહીવટી ક્ષેત્રમાં ઉત્સાહનું વાતાવરણ જોવા મળી રહ્યું છે.

પાંચ વરિષ્ઠ IAS અધિકારીઓને ACS તરીકે બઢતી

રાજ્ય સરકારે 1996 બેચના પાંચ વરિષ્ઠ IAS અધિકારીઓને પ્રિન્સિપલ સેક્રેટરી ગ્રેડમાંથી એડિશનલ ચીફ સેક્રેટરી (ACS) તરીકે બઢતી આપી છે. આ બઢતી સાથે અધિકારીઓને પે-મેટ્રિક્સ લેવલ-17 મુજબ રૂ. 2.25 લાખનો ફિક્સ પગાર મળવાનો લાભ મળશે. બઢતી પામેલા અધિકારીઓને રાજ્યના મહત્વના વિભાગોની જવાબદારી સોંપવામાં આવી છે. જેમાં અન્ન અને નાગરિક પુરવઠા, નાણાં વિભાગ, આરોગ્ય, ઉદ્યોગ અને ખાણ વિભાગ તેમજ ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ વિભાગનો સમાવેશ થાય છે.

14 વરિષ્ઠ IPS અધિકારીઓને પ્રમોશન

આ સાથે જ પોલીસ વિભાગમાં પણ મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. રાજ્ય સરકારે 14 વરિષ્ઠ IPS અધિકારીઓને DGP, IGP અને DIG ગ્રેડમાં પ્રમોશન આપ્યું છે. કાયદો અને વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા માટે આ પ્રમોશન મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યા છે.

વડોદરા પોલીસ કમિશનરની DGP ગ્રેડમાં બઢતી

ખાસ કરીને વડોદરા શહેરના પોલીસ કમિશનરની પોસ્ટને અપગ્રેડ કરીને DGP ગ્રેડમાં બઢતી આપવામાં આવી છે, જે શહેર પોલીસ માટે મહત્વપૂર્ણ નિર્ણય માનવામાં આવે છે. સાથે જ લો એન્ડ ઓર્ડર, આર્મડ યુનિટ્સ અને શહેર પોલીસ સાથે સંકળાયેલા મહત્વના અધિકારીઓને વધુ ઉચ્ચ જવાબદારીઓ સોંપવામાં આવી છે, જેથી રાજ્યમાં સુરક્ષા વ્યવસ્થા વધુ અસરકારક બની શકે. ડેપ્યુટેશન પર રહેલા અધિકારીઓને પણ સરકારે પ્રોફોર્મા પ્રમોશનનો લાભ આપ્યો છે, જેથી તેમની સેવા અને અનુભવને યોગ્ય માન્યતા મળી રહે.

બઢતી મેળવનાર IAS અધિકારીનું નામ અને હોદ્દો

મોના કે. ખંધાર (IAS)

અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબતોના વિભાગમાં એડિશનલ ચીફ સેક્રેટરી તરીકે બઢતી

ડો. ટી. નટરાજન (IAS)

નાણાં વિભાગમાં એડિશનલ ચીફ સેક્રેટરી તરીકે બઢતી

રાજીવ ટોપ્નો (IAS)

આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગમાં એડિશનલ ચીફ સેક્રેટરી તરીકે બઢતી

મમતા વર્મા (IAS)

ઉદ્યોગ અને ખાણ વિભાગમાં એડિશનલ ચીફ સેક્રેટરી તરીકે બઢતી

મુકેશ કુમાર (IAS)

શિક્ષણ વિભાગ (ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ)માં એડિશનલ ચીફ સેક્રેટરી બઢતી

DGP ગ્રેડમાં પ્રમોશન

નરસિમ્હા એન. કોમર

વડોદરા શહેરના પોલીસ કમિશનરને DGP ગ્રેડમાં બઢતી આપવામાં આવી છે. તેમની પોસ્ટને પણ અપગ્રેડ કરવામાં આવી છે.

ડો. પ્રફુલ્લ કુમાર રોશન

એડિશનલ DGP (આર્મડ યુનિટ્સ, રાજકોટ)ને હવે DGP (આર્મડ યુનિટ્સ) તરીકે બઢતી અપાઈ છે.

ડો. એસ. પાંડિયા રાજકુમાર

એડિશનલ DGP (લો એન્ડ ઓર્ડર, ગાંધીનગર)ને DGP (લો એન્ડ ઓર્ડર) તરીકે પ્રમોશન મળ્યું છે.

IGP ગ્રેડમાં પ્રમોશન

નીરજકુમાર બડગુજર

અમદાવાદ શહેર (સેક્ટર-1)ના એડિશનલ પોલીસ કમિશનરને પ્રમોશન આપી સંયુક્ત પોલીસ કમિશનર (JCP) તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

  • DIG ગ્રેડમાં પ્રમોશન

ડો. સુધીરકુમાર જે. દેસાઈ

એસ.પી. (ઇન્ટેલિજન્સ, ગાંધીનગર)થી DIG (ઇન્ટેલિજન્સ) તરીકે બઢતી

શબલરામ મીણા

રાજ્યપાલના ADCને DIG ગ્રેડમાં બઢતી

ડો. કરણરાજ વાઘેલા

DCP (ઇકોનોમિક વિંગ, સુરત)ને એડિશનલ પોલીસ કમિશનર તરીકે પ્રમોશન મળ્યું

એસ.વી. પરમાર

કમાન્ડન્ટ (SRPF, મહેસાણા)ને DIG ગ્રેડમાં બઢતી.

એ.એમ. મુનિયા

કમાન્ડન્ટ (SRPF, ગોધરા)ને DIG ગ્રેડમાં બઢતી

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now