રાજકોટમાં રીબડા ગામના યુવક અમિત ખૂંટની આત્મહત્યાના કેસમાં નવા ખુલાસા થઈ રહ્યા છે. મૃતકની પત્નિએ ગુજરાતના મુખ્યમંત્રીને પત્ર લખી આ કેસમાં આરોપીઓ સામે તાત્કાલિક કડક પગલાં લેવા તેમજ તેમના પરિવારજનોને પોલીસ પ્રોટેક્શન આપવા માગ કરી છે.
પત્રમાં સ્પષ્ટ આક્ષેપ મૂકવામાં આવ્યો છે કે આરોપી અનિરુદ્ધસિંહ અને રાજદિપસિંહ અમિતના ગામના જ રહીશ છે અને તેમનો અસરવિસ્તાર ગામમાં ખુબજ વધુ છે. અનિરુદ્ધસિંહનો પુત્ર શક્તિસિંહ ગામમાં ભયનો માહોલ ઊભો કરે છે અને મૃતકના પરિવારમાં ભયનો માહોલ છવાઈ ગયો છે.
તાત્કાલિક કાર્યવાહી અને સુરક્ષા માંગ
મૃતકની પત્નિએ પત્રમાં જણાવ્યુ છે કે:
અનિરુદ્ધસિંહ અને રાજદિપસિંહને તાત્કાલિક પકડીને કાયદેસર પગલાં લેવામાં આવે
પરિવારજનોને પોલીસ સુરક્ષા આપવામાં આવે
સાક્ષીઓ અને પરિવાર પર કોઈ દબાણ ન આવે તે માટે સરકાર હસ્તક્ષેપ કરે
કેસમાં ગંભીર તપાસની માંગ
આ ઘટના સામે આવતા ગામ અને આસપાસના વિસ્તારોમાં ચકચાર મચી ગઈ છે. સ્થાનિક લોકોએ પણ કેસમાં ન્યાયસંગત તપાસની માંગ ઉઠાવી છે. હવે જોવાનું એ રહેશે કે મુખ્યમંત્રી કચેરી આ પત્ર પર કેવી કાર્યવાહી કરે છે અને પોલીસ તંત્ર આગળ શું પગલાં ભરે છે.
"ખાડિયાના ધારાસભ્ય અને આખી કોગ્રેસની માનસિકતા અસ્થિર થઈ ગઈ છે": ઈમરાન ખેડાવાલાના નિવેદન બાદ ભૂષણ ભટ્ટનો વળતો જવાબ





