Amit Chawda Gujarat Congress President: ગુજરાત કોંગ્રેસમાં (Gujarat Congress) લાંબા સમયથી ચાલી રહેલી પ્રદેશ પ્રમુખની શોધ ખતમ થઈ ગઈ છે. કોંગ્રેસ પાર્ટી હાઈકમાન્ડ દ્વારા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના (Gujarat Pradesh Congress Committee) અધ્યક્ષ પદે ફરી એકવાર અમિત ચાવડાની (Amit Chavda) નિમણૂક કરવામાં આવી છે. આ સાથે જ વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતા (Congress Legislative Party Leader) તરીકે ખેડબ્રહ્માના (Khedbrahma) ધારાસભ્ય અને અગ્રણી આદિવાસી નેતા તુષાર ચૌધરીને (Tushar Chaudhary) જવાબદારી સોંપવામાં આવી છે.
બીજી તરફ, તુષાર ચૌધરીની વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતા તરીકેની પસંદગી મહત્વપૂર્ણ છે. પરંતુ શું તમને ખબર છે કે 33 વર્ષમાં કોંગ્રેસના કેટલા પ્રદેશ પ્રમુખ બદલાયા છે. જો તમને ખબર ના હોય તો અમે તમને જણાવી દઈએ કે છેલ્લા 33 વર્ષમાં કોંગ્રેસના 12 પ્રદેશ પ્રમુખ બદલાયા છે.
૩૩ વર્ષમાં કોંગ્રેસના 12 પ્રદેશ પ્રમુખ બદલાયા
પ્રબોધ રાવલ
1992-1997
સીડી પટેલ
1997-2001
અમરસિંહ ચૌધરી
2001-2002
શંકરસિંહ વાઘેલા
2002-2004
બી.કે.ગઢવી
2004-2005
ભરતસિંહ સોલંકી
2006-2008
સિદ્ધાર્થ પટેલ
2008-2010
અર્જુન મોઢવાડીયા
2011-2015
ભરતસિંહ સોલંકી
2015-2018
અમિત ચાવડા
2018-2021
જગદીશ ઠાકોર
2021-2023
શક્તિસિંહ ગોહિલ
2023-2025
ઉલ્લેખનીય છે કે અમિત ચાવડા અગાઉ પણ ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ તરીકે સેવા આપી ચૂક્યા છે, જેથી તેમનો અનુભવ પક્ષ માટે મહત્વપૂર્ણ સાબિત થશે. તેમની આ ફરીથી નિમણૂક કોંગ્રેસના સંગઠનને નવસંચાર આપવાનો સંકેત આપે છે.






