Home Business New Labour Code 2026 Salary Pf Gratuity Rules India

આજથી તમારા વર્ક કલ્ચર; ગ્રેચ્યુઈટી, PF અને રજાઓના નવા નિયમોમાં ફેરફાર : જાણો 1 એપ્રિલથી નવો લેબર કોડથી શું બદલાયું?

New Labour Code 2026
Published by: Viral Patel
Last Updated: Apr 01, 2026, 01:32 PM IST

આજથી, 1 એપ્રિલ 2026થી દેશના શ્રમ કાયદાઓમાં સૌથી મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે. સરકારે દાયકાઓ જૂના 44 શ્રમ કાયદાઓને સંમેલિત કરીને 4 નવા લેબર કોડ (New Labour Codes) લાગુ કરી દીધા છે. આ ફેરફાર માત્ર કંપનીઓની કામ કરવાની રીત જ નહીં, પરંતુ તમારી સેલેરી સ્લિપ, વર્કિંગ અવર્સ અને રિટાયરમેન્ટના આખા પ્લાનિંગને રી-સેટ કરી દેશે. ચાલો સમજીએ કે આ નવો લેબર કોડ તમને કેવી રીતે અસર કરશે?

નવો લેબર કોડ આવવાથી શું બદલાશે?

આ ફેરફાર 'ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ' ની સાથે 'ઈઝ ઓફ લિવિંગ' પર આધારિત છે. હવે સમગ્ર દેશમાં નિયમો એકસમાન (Uniform) હશે અને બધું જ ડિજિટલ તથા પારદર્શક બનશે.

ઇન-હેન્ડ સેલેરી (Take-home Pay) પર અસર

નવા લેબર કોડના કારણે હાથમાં આવતી સેલેરી (In-hand salary) માં થોડો ઘટાડો થઈ શકે છે. નિયમ મુજબ, તમારો બેઝિક પગાર કુલ સેલેરી (CTC) ના ઓછામાં ઓછા 50% હોવો જોઈએ. બેઝિક પગાર વધવાથી પીએફ (PF) અને ગ્રેચ્યુઈટીમાં તમારું યોગદાન વધશે, જેનાથી દર મહિને હાથમાં આવતા પૈસા થોડા ઓછા થશે, પરંતુ ભવિષ્યની બચત (Retirement Fund) વધુ મજબૂત બનશે.

શું હવે અઠવાડિયામાં માત્ર 4 દિવસ કામ કરવાનું રહેશે?

નવા કોડમાં અઠવાડિયામાં વધુમાં વધુ 48 કલાક કામ કરવાનો નિયમ છે. જો કંપની 12 કલાકની શિફ્ટ રાખે છે, તો તમારે 4 દિવસ કામ અને 3 દિવસ રજા મળશે. જો 8 કલાકની શિફ્ટ હશે, તો 6 દિવસ કામ કરવું પડશે. આ એમ્પ્લોયર અને એમ્પ્લોઈ વચ્ચેના કરાર પર નિર્ભર રહેશે.

ઓવરટાઇમ અને વધેલી રજાઓ માટે શું વધારાના પૈસા મળશે?

ચોક્કસ. નક્કી કરેલા કલાકો કરતા વધુ કામ કરવા પર કંપનીએ સામાન્ય વેતન કરતા બમણું (Double) ચુકવણું કરવું પડશે. વળી, વધેલી રજાઓના કિસ્સામાં નવો નિયમ કહે છે કે હવે વર્ષના અંતે એક મર્યાદાથી વધુ વધેલી રજાઓનું રોકડમાં રૂપાંતર (Encashment) કરવું કંપનીઓ માટે ફરજિયાત છે. તમારી મહેનતની રજાઓ હવે એળે નહીં જાય.

પીએફ (PF) યોગદાનમાં શું વિકલ્પો મળશે?

યુવા કર્મચારીઓ ₹15,000 ની લઘુત્તમ મર્યાદા પર યોગદાનનો વિકલ્પ પસંદ કરી શકે છે જેથી હાથમાં વધુ પૈસા આવે. બીજી તરફ, મોટી ઉંમરના કર્મચારીઓ આખા બેઝિક પગાર પર યોગદાન આપીને મોટું રિટાયરમેન્ટ ફંડ બનાવી શકે છે.

શું 1 વર્ષની નોકરી પર પણ ગ્રેચ્યુઈટી મળશે?

સામાન્ય કર્મચારીઓ માટે નિયમ એ જ છે, પરંતુ ફિક્સ્ડ ટર્મ કોન્ટ્રાક્ટ (FTC) ધરાવતા કર્મચારીઓ માટે મોટી રાહત છે. હવે તેઓ 1 વર્ષનો કોન્ટ્રાક્ટ પૂરો કરવા પર પણ ગ્રેચ્યુઈટીના હકદાર બનશે.

ઝોમેટો-સ્વિગી જેવા ગિગ વર્કર્સ અને મહિલાઓની નાઈટ શિફ્ટ માટે શું છે?

પ્રથમ વખત ગિગ અને પ્લેટફોર્મ વર્કર્સને કાયદાના દાયરામાં લાવવામાં આવ્યા છે. તેમના માટે સોશિયલ સિક્યુરિટી ફંડ બનશે, જેનાથી તેમને હેલ્થ ઇન્શ્યોરન્સ અને અન્ય સરકારી યોજનાઓનો લાભ મળશે. મહિલાઓ હવે પોતાની મરજીથી નાઈટ શિફ્ટ કરી શકે છે. જોકે, કંપનીએ તેમની સુરક્ષા, ટ્રાન્સપોર્ટ અને લાઈટિંગની પાકી વ્યવસ્થા કરવી પડશે.

હેલ્થ ઇન્શ્યોરન્સ (ESIC) માં શું ફેરફાર છે?

ESIC ની સેલેરી લિમિટ ₹21,000 થી વધારીને ₹30,000 કરવામાં આવી શકે છે, જેનાથી એક મોટી વસ્તીને મફત મેડિકલ સુવિધાનો લાભ મળી શકશે. નવા લેબર કોડથી કર્મચારીઓને ફાયદો થશે, ખાસ કરીને ગિગ વર્કર્સને ઓળખ અને મજબૂત રિટાયરમેન્ટ ફંડ મળશે. જોકે, કંપનીઓ પર નાણાકીય બોજ વધશે અને કર્મચારીઓની મંથલી ઇન-હેન્ડ સેલેરીમાં થોડો ઘટાડો જોવા મળશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
સમગ્ર દેશમાં પેટ્રોલ-ડીઝલ ફરી મોંઘું!
E20 Petrol: આજથી દરેક પેટ્રોલ પંપ પર મળશે માત્ર E20 પેટ્રોલ
નવા નાણાકીય વર્ષની ધમાકેદાર શરૂઆત
હવે હવાઈ મુસાફરી થશે મોંધી?