Home Gujarat New Constitution Of Rabari Community To Control Customs

કુરિવાજો પર કાબૂ મેળવવા રબારી સમાજનું નવું બંધારણ! : સમાજને શિક્ષણ તરફ હરણફાળ ફરવા હાકલ, 10 જેટલા નીતિ નિયમો લાગુ કરાયા

કુરિવાજો પર કાબૂ મેળવવા રબારી સમાજનું નવું બંધારણ!
Published by: OBS Bureau
Last Updated: Jan 25, 2026, 12:03 PM IST

બનાસકાંઠા જિલ્લામાં રબારી સમાજના બંધારણનું ભવ્ય રીતે વિમોચન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ ધારાસભ્ય માવજી દેસાઈની અધ્યક્ષતામાં યોજાયો હતો, જેમાં રબારી સમાજના આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. સમાજના એકતા, વિકાસ અને સંસ્થાકીય વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા માટે તૈયાર કરાયેલા આ બંધારણનું સૌપ્રથમ વિધિવત રીતે વિમોચન કરવામાં આવ્યું હતું. ખાસ વાત એ રહી કે આ કાર્યક્રમમાં રબારી સમાજની મહિલાઓએ પણ સક્રિય ભાગ લીધો હતો અને તેમણે પણ બંધારણનું વિમોચન કરી સમાજમાં મહિલાઓની ભૂમિકા મહત્વપૂર્ણ હોવાનો સંદેશ આપ્યો હતો. આ બંધારણ અંતર્ગત સમાજ માટે આશરે 10 જેટલા નીતિ-નિયમો લાગુ કરવામાં આવ્યા છે, જે સમાજમાં શિસ્ત, એકતા અને પારદર્શક વ્યવસ્થા જાળવવામાં મદદરૂપ થશે. બંધારણના વિમોચનથી રબારી સમાજમાં નવી દિશા અને નવી ઉર્જાનો સંચાર થયો હોવાનું સમાજના આગેવાનો દ્વારા જણાવવામાં આવ્યું છે.

1) જન્મ પ્રસંગ

ખોળી ભરાવવાની પ્રથા યથાવત રહેશે, બિનજરૂરી દેખાડો નહીં.

દીકરીના જન્મ પ્રસંગે સાદગી રાખવી

ડીજે, ફટાકડા, દેખાડાવાળી વ્યવસ્થા નહીં

નાની–મોટી રકમ સામાજિક/શૈક્ષણિક ફંડમાં દાનરૂપે આપવી

જન્મ પ્રસંગે દારૂ–જુગાર સંપૂર્ણ પ્રતિબંધિત.

2) સગાઈ પ્રસંગ

કુડી વધતી વખતે સાદગી રાખવી

સગાઈ પ્રસંગે ફિજુલ ખર્ચ, દાગીના દેખાડો નહીં

સગાઈ પ્રસંગ માત્ર કુટુંબજનો પૂરતો રાખવો.

દારૂ, ડીજે, ફટાકડા નહીં.

લગ્ન પહેલાં ફાજલ દેખાડા બંધ.

3) લગ્ન પ્રસંગ

લગ્નમાં સાદગી અને શિસ્ત ફરજિયાત

ડીજે, સાઉન્ડ સિસ્ટમ, ફટાકડા પર પ્રતિબંધ

ફુલહાર, ફૂલસજાવટ મર્યાદિત

લગ્નમાં નાણાંની મર્યાદા નક્કી

લગ્નમાં દારૂ–જુગાર સંપૂર્ણ બંધ

જાન સાથે જનાર વ્યક્તિઓની સંખ્યા મર્યાદિત

લગ્ન પ્રસંગ રાતે મોડું નહીં કરવું

લગ્નમાં મળેલી ભેટ/રકમનો દુરુપયોગ નહીં

લગ્ન ખર્ચનો અમુક ભાગ સમાજના ફંડમાં આપવો

4) મામેરું અને મોસાળુ પ્રસંગ

મામેરું સાદગીથી આપવું

દાગીના અને કપડાંમાં દેખાડો નહીં

નક્કી કરેલી રકમથી વધારે ખર્ચ નહીં

ફાજલ ભેટ–ભેટાં બંધ

મોસાળુ પ્રસંગમાં સાદગી ફરજિયાત

5) આણું (આણાવટ)

આણું લેતા–આપતા ફાજલ ખર્ચ નહીં

દારૂ, ડીજે, ફટાકડા પર પ્રતિબંધ

આણું માત્ર મર્યાદિત લોકો પૂરતું

સમાજમાં આણું પ્રથાનો દુરુપયોગ નહીં

6) છૂટાછેડા

છૂટાછેડા છેલ્લો વિકલ્પ ગણાશે

બંને પક્ષે સમાજના વડીલો દ્વારા સમાધાન પ્રયાસ

છૂટાછેડાની રકમ નક્કી મર્યાદામાં

બાળકોના હિતને પ્રથમ પ્રાધાન્ય

કોર્ટ–કચેરીથી પહેલા સામાજિક સમાધાન

7) મરણ પ્રસંગ

મરણ પ્રસંગે સંપૂર્ણ સાદગી

૩ દિવસમાં તમામ વિધિ પૂર્ણ કરવી

બિનજરૂરી જમણવાર, દેખાડો નહીં

શોકસભા સાદગીથી

મરણ પ્રસંગે દારૂ–જુગાર સંપૂર્ણ પ્રતિબંધ

રોકડ/વસ્તુ દાન મર્યાદિત અને શૈક્ષણિક ફંડમાં

રાત્રીમાં મરણ થાય તો બીજા દિવસે વિધિ

8) શિક્ષણ ક્ષેત્ર

દીકરા–દીકરી બંનેને સમાન શિક્ષણ

દરેક તાલુકામાં શિક્ષણ ફંડ બનાવવું

ગરીબ અને પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને સહાય

ડ્રોપઆઉટ રોકવા સમાજની જવાબદારી

શિક્ષણને પ્રથમ પ્રાધાન્ય

9) વ્યસન મુક્તિ

દારૂ, જુગાર, તમાકુ પર સંપૂર્ણ પ્રતિબંધ

વ્યસનમુક્તિ અભિયાન ચલાવવું

યુવાનોને વ્યસનથી દૂર રાખવા માર્ગદર્શન

વ્યસન કરનારને સમાજ તરફથી ચેતવણી/સુધારણા

10) સામાજિક શિસ્ત અને દંડ

1 જન્મ પ્રસંગ

ખોળી ભરવાની પરંપરા સાદગીથી રાખવી, દેખાદેખી અને ફાજલ ખર્ચ બંધ

દીકરી–દિકરા વચ્ચે ભેદભાવ નહીં, સીમિત રકમ અને સાદું ભોજન રાખવું

2 સગાઈ પ્રસંગ

સગાઈમાં મર્યાદિત રકમ સિવાય કોઈ ભેટ, દાગીના કે વાહન નહીં.

ફક્ત નજીકના સગા હાજર રહે અને કાર્યક્રમ સાદગીથી કરવો...

3 લગ્ન પ્રસંગ

લગ્નમાં વૈભવ, ડીજે, ફટાકડા અને ફાજલ ખર્ચ પર પ્રતિબંધ

મર્યાદિત મહેમાનો, સાદું ભોજન અને શિક્ષણ ફંડ માટે સહયોગ પ્રોત્સાહિત

4 મામેરા અને મોસાળ પ્રસંગ

મામેરા–મોસાળમાં નક્કી મર્યાદા મુજબ જ રકમ, ઓઢામણ પ્રથા બંધ

ભવ્યતા નહીં, સાદગી રાખી વધારાની માંગ ટાળવી

5 આણું

આણું ફક્ત બે વ્યક્તિએ જવું અને ₹11000/થી વધુ ઓઢામણ નહીં

કપડાં, દાગીના કે ભેટ આપવી નહીં, બીજું લગ્ન પણ સાદગીથી કરવું

6 છૂટાછેડા

છૂટાછેડા પહેલા સમાજ સમિતિમાં રજૂ કરી સમાધાન કરવાનો પ્રયાસ

બાળકો અને મિલકતનો ન્યાયસંગત નિર્ણય અને દંડનો ભાગ શિક્ષણ ફંડમાં

7 શિક્ષણ ક્ષેત્ર

દીકરા–દીકરી બંનેને સમાન અને ઉચ્ચ શિક્ષણ આપવું ફરજિયાત

હોશિયાર વિદ્યાર્થીઓને માર્ગદર્શન અને સહાય આપવા પ્રોત્સાહન

8 સમૂહલગ્ન પ્રસંગ

દરેક તાલુકામાં સમૂહલગ્ન યોજી ખર્ચ અને સમય બચાવવાનો હેતુ

સમૂહલગ્ન બાદ અલગ જમણવાર નહીં અને ફાજલ ખર્ચ ટાળવો

9 વ્યસન

સમાજના તમામ પ્રસંગોમાં દારૂ, નશો અને સિગરેટ પર સંપૂર્ણ પ્રતિબંધ

સમાજને વ્યસનમુક્ત બનાવવા સર્વેનો સંકલ્પ

10 મરણ પ્રસંગ

મરણ પ્રસંગે સાદગી, હલકું ભોજન અને અનાવશ્યક ખર્ચ નહીં

શ્રદ્ધાંજલિની રકમ શિક્ષણ ફંડમાં જમા કરી સમયમર્યાદાનું પાલન

11 અન્ય

હવન અને અન્ય ધાર્મિક ક્રિયા સાદગીપૂર્વક કરવી

પ્લાસ્ટિક–થર્મોકોલ ટાળી સ્ટીલ અથવા માટીના કપ વાપરવા

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now