Home Gujarat Nephews Dog Attacked Uncle Complaint Against Nephew

ભત્રીજાના શ્વાને કાકા પર કર્યો હુમલો : અવારનવાર બનતી ઘટના બાદ ભત્રીજા સામે જ ફરિયાદ

ભત્રીજાના શ્વાને કાકા પર કર્યો હુમલો
Published by: OBS Bureau
Last Updated: Apr 26, 2025, 06:34 PM IST

અમદાવાદના ખોખરામાંથી ભત્રીજા શ્વાને કાકાને બચકા ભરતા ફરિયાદ નોંધાઈ છે. ખોખરામાં કેનેડા રિટર્ન ભત્રીજાએ પોતાનું પાલતુ શ્વાન છુટુ મૂકતા કાકાને બચકા ભર્યા હતા. ત્યારે ભત્રીજાએ જોયુ છતા તે ઘરનો દરવાજો બંધ કરીને અંદર જતો રહ્યો હતો તેમજ કાકાને છોડાવ્યા ન હતા. ત્યારે અવારનવાર આવું કરતા કાકા શ્વાનથી ડરી ગયા હતા. આ અંગે કાકાએ ભત્રીજા સામે ખોખરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે.

ખોખરામાં રહેતા 52 વર્ષીય રાજીવભાઇ અંજિક્યે નિવૃત જીવન ગુજારે છે. જેમાં તેમના મોટાભાઇ સંજયભાઇ ગત જુલાઇ 2024માં મૃત્યુ પામ્યા હતા. ત્યારથી ભત્રીજો આર્યન કેનેડાથી પરત આવ્યો છે. જે રાજીવભાઇના નીચેના માળે રહે છે તેને એક પાલતુ શ્વાન રાખ્યુ છે. ગત 18 એપ્રિલે રાત્રીના સમયે રાજીવભાઇ ઘરની બહાર નીકળતા હતા તે સમયે આર્યને પોતાનું પાલતુ શ્વાન જેકને ખુલ્લો મૂકેલ હતો. જેથી શ્વાને રાજીવભાઇ પર હુમલો કરીને બચકા ભરીને લોહિલુહાણ કર્યા હતા. ત્યારે ભત્રીજાએ જોયુ છતા તે ઘરમાં જતો રહ્યો હતો. બૂમાબૂમ થતા આસપાસના લોકોએ આવીને રાજીવભાઇને છોડાવ્યા હતા. જે બાદ રાજીવભાઇને સારવારઅર્થે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. ત્યારબાદ પણ આર્યન શ્વાનને છુટો મૂકી દેતો હતો જેથી રાજીવભાઇ ડરી ગયા હતા. આ અંગે રાજીવભાઇએ ભત્રીજા આર્યન સામે ખોખરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now