Home Gujarat Navsari Koli Society Youth Maha Sammelan

નવસારીમાં કોળી સમાજનું શક્તિ પ્રદર્શન : બાઈક રેલી કાઢી કરી આ નેતા માટે મંત્રી પદની માગ

નવસારીમાં કોળી સમાજનું શક્તિ પ્રદર્શન
Play Video
Published by: OBS Bureau
Last Updated: Aug 24, 2025, 08:45 AM IST

Navsari Koli Society Youth Maha Sammelan: નવસારીના જલાલપોર તાલુકામાં કોળી સમાજનું યુવા મહાસંમેલન અને બાઈક રેલી યોજાઈ છે. 5000 જેટલા કોળી સમાજ લોકો જોડાયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, આ બાઈક રેલી અને મહાસંમેલનમાં ભાજપ, કોંગ્રેસ સહિતના અન્ય પક્ષોના આગેવાનો પણ એક મંચ પર જોવા મળ્યા હતા, સમાજને રાજકીય, સામાજિક શૈક્ષણિક ક્ષેત્રે આગળ આવે તે માટે આ યુવા મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે.


5000 જેટલા કોળી સમાજના લોકોએ જોડાયા

જલાલપોરના લુંસીકુઈ મેદાનથી એરુ ગાંધી કોલેજ સુધી નીકળેલી આ બાઈક રેલીમાં અંદાજે 5000 જેટલા કોળી સમાજના લોકોએ જોડાયા હતા. આ મહાસંમેલનમાં ભાજપ, કોંગ્રેસ, આપ સહિતના સમાજના રાજકીય આગેવાનો એક મંચ પર જોવા મળ્યા હતા. કોળી સમાજ સામાજિક તેમજ શૈક્ષણિક ક્ષેત્રે આગળ આવે તે માટે ખાસ આયોજન કરવામાં આવ્યું છે


MLA આર.સી પટેલને મંત્રી પદ આપવાની કરી માંગ

આપને જણાવીએ કે, આ મહાસંમેલન ધારાસભ્ય આર.સી પટેલની આગેવાનીમાં યોજાયા હતો. આ મહાસંમેલનમાં બાઈક અને કાર કાફલા સાથે જલાલપોર તાલુકાના કોળી સમાજના આગેવાનો અને યુવાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. જે લોકોએ આર.સી પટેલને મંત્રી પદ આપવાની માંગણી કરી હતી.


પહેલા કોળી સમાજનું શક્તિ પ્રદર્શન

પ્રદેશ ભાજપ પ્રમુખની વરણી પહેલા કોળી સમાજનું શક્તિ પ્રદર્શન મહત્વનું સાબિત થઈ શકે છે. જો કે, વર્તમાનમાં મંત્રી મંડળ વિસ્તરણની રાજકીય ગલિયારીઓમાં ચર્ચા વચ્ચે આર.સી પટેલને મંત્રી બનાવવાની માંગ સાથે શક્તિ પ્રદર્શન યોજાયું છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now