Home Gujarat Navsari Ganesh Idol A Major Accident Occurred While Bringing

નવસારીમાં ગણેશ મૂર્તિ લાવતી વખતે મોટી દુર્ઘટના ઘટી : હાઈટેન્શન વાયર અડતાં 2 લોકોનાં મોત, 5 ગંભીર દાઝ્યા

નવસારીમાં ગણેશ મૂર્તિ લાવતી વખતે મોટી દુર્ઘટના ઘટી
Play Video
Published by: OBS Bureau
Last Updated: Aug 26, 2025, 06:05 PM IST

નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના કરાડી ગામમાં સુખદ પ્રસંગમાં દુખદ ઘટના બની છે. ગણપતિના આગમનમાં વિઘ્ન સર્જાયું હતું. ગામમાં ગણપતિની મૂર્તિ લઈ આવતી વખતે વીજ હાઈટેન્શન લાઈન સાથે લોખંડની પાઇપ અડી જતાં વીજ કરંચ લાગતા બે લોકોના મોત થયા છે. જ્યારે પાંચ લોકો ગંભીર રીતે દાઝ્યા હતાં, જે ઈજાગ્રસ્ત લોકોને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં.

2ના મોત 5 લોકો દાઝ્યા

કરાડી ગામમાં ગણપતિ પ્રતિમાનું આગમન થઈ રહ્યું હતું. તે દરમિયાન પાઇપથી હાઈટેન્શન લાઈન ઊંચી કરવા જતા વાયર જોઈન્ટ થઈ ગયા હતા. જે વાયર જોઈન્ટ થતાં લારી ખેંચતા પાંચ લોકો દાઝ્યા જ્યારે બે લોકોના મોત થયા છે. મૃતકોને નવસારી સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા છે.


પોલીસે તપાસ હાથ ધરી

આ સમગ્ર મામલે જલાલપોર પોલીસે તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, નવસારી જિલ્લામાં 9 ફૂટથી ઊંચી પ્રતિમા લાવવા પર પ્રતિબંધ હોવા છતાં શહેર અને જિલ્લામાં ઠેર ઠેર મોટી મોટી મૂર્તિઓ જોવા મળી રહી છે.

મૃતકના નામ

પ્રિતેશ પટેલ

મિતુલ પટેલ

ઈજાગ્રસ્તના નામ

કેયુર પટેલ

નિશાંત પટેલ

વિજય પટેલ

કરીશ પટેલ

નિલેશ પટેલ

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now