Home Gujarat Navsari Flood Water Entered Shops And Houses Cleaning Work Is Underway Where The Water Has Receded

VIDEO: નવસારીમાં પૂરના પગલે તારાજી : દુકાનો ઘરોમાં ઘૂસ્યા પાણી, જ્યાં પાણી ઓસર્યા ત્યાં સફાઈ કામ, જુઓ ડેમ, નદીઓની સ્થિતિ

VIDEO: નવસારીમાં પૂરના પગલે તારાજી
Published by: OBS Bureau
Last Updated: Jul 07, 2025, 09:44 AM IST

દક્ષિણ ગુજરાતમાં છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ છવાયો. વરસાદ અને ઉપરવાસમાંથી આવતાં પાણીના કારણે નવસારી જિલ્લામાં ભારે ઘોડાપૂર સર્જાયો હતો. જિલ્લાની મુખ્ય ત્રણ નદી પૂર્ણા, અંબિકા અને કાવેરી ગાડીતૂર બની ગઈ હતી. ખાસ કરીને નવસારી શહેર નજીકથી વહેતી પૂર્ણા નદીએ શહેરના અનેક વિસ્તારોમાં પાણી ફરી વળ્યાં હતાં, જેના કારણે 25,000થી વધુ નાગરિકો અસરગ્રસ્ત બન્યા હતા. 1,000થી વધુ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.


અનેક વિસ્તારોમાં ભરાયેલા છે પાણી 
પૂર્ણા નદીનું જળસ્તર હાલ 24.50 ફૂટ છે, જ્યારે તેની ભયજનક સપાટી 23 ફૂટ ગણાય છે. જેને કારણે નવસારી શહેરના 10થી વધુ વિસ્તારોમાં હજી પણ પાણી ભરાયેલું છે. અંદાજે 2,000 જેટલા ઘરો અને 500થી વધુ દુકાનોમાં પાણી ઘૂસ્યા છે. તંત્ર દ્વારા બચાવ અને સાફસફાઈનાક ચાલી રહ્યાં છે.
પાણી ઓસરવાનું શરૂ થયું
પૂરનું પાણી ધીમે ધીમે ઓસરવાનું શરૂ થયું છે. શહેરના ભેંસત ખાડા, કાશીવાડી, રીંગરોડ, હિદાયત નગર, બંદર રોડ, ગધેવાન મોહલ્લો, કાછિયાવાડી અને શાંતા દેવી વિસ્તારમાંથી પાણી ઓસર્યું છે. પાણી ઓસરતાં જ નવસારી મહાનગરપાલિકાએ JCB મશીનો અને મેનપાવર સાથે સફાઈ કામગીરી શરૂ કરી દીધી છે.
શાળાઓ અને આંગણવાડીઓમાં રજા અપાઈ હતી
પૂરના પ્રભાવને જોતા નવસારી શહેરની શાળાઓ અને આંગણવાડીઓને રજા અપાઈ હતી. જ્યારે અન્ય તાલુકાઓમાં સ્થાનિક પરિસ્થિતિ અનુસાર છૂટછાટ અપાઈ હતી.
જિલ્લાના મુખ્ય ડેમ અને નદીઓની સ્થિતિ
જૂજ ડેમ: હાલની સપાટી 164.70 મીટર (ઓવરફ્લો: 167.50 મીટર)
કેલીયા ડેમ: હાલની સપાટી 111.25 મીટર (ઓવરફ્લો: 113.40 મીટર)
અંબિકા નદી: 24.27 ફૂટ (ભયજનક: 28 ફૂટ)
પૂર્ણા નદી: 24.50 ફૂટ (ભયજનક: 23 ફૂટ)
કાવેરી નદી: 13.00 ફૂટ (ભયજનક: 19 ફૂટ)
સફાઈની કામગીરી હાથ ધરવામાં આવી
હાલમાં તંત્ર સંપૂર્ણ સતર્કતાથી કામગીરીમાં લાગેલું છે અને લોકોને સલામત રહેવાની અપીલ કરવામાં આવી છે. પૂર ઓસરે તે પછી પણ સફાઈની કામગીરી હાથ ધરવામાં આવી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now