Home Gujarat Navsari District Polices Instagram Page Hacked

નવસારી જિલ્લા પોલીસનું ઈન્સ્ટાગ્રામ પેજ થયું હેક! : રાત્રે 2:19 મિનિટે 'એડ' મુકાઈ, તપાસ હાથ ધરાઈ

નવસારી જિલ્લા પોલીસનું ઈન્સ્ટાગ્રામ પેજ થયું હેક!
Published by: OBS Bureau
Last Updated: Dec 11, 2025, 11:08 AM IST

Navsari Police : નવસારી જિલ્લા પોલીસના સત્તાવાર Instagram પેજ સાથે સાઇબર ઠગોએ ચેડાં કર્યા હોવાનો બનાવ બહાર આવતા સુરક્ષા વ્યવસ્થાની ખામીઓ ફરી એક વખત સામે આવી છે. મળતી માહિતી પ્રમાણે, ગત રાત્રે રાત્રે 2:19 વાગ્યે અજાણ્યા સાઇબર ઠગબાજોએ SP ઈન્સ્ટાગ્રામ પેજ પર જાહેરાત (Advertisement) પોસ્ટ કરી હતી.

નવસારી જિલ્લા સાઇબર ક્રાઇમની ડિજિટલ પ્રોટેક્શન વોલ કાચી!

ઘટના અંગે જાણ થતાં જ સાઇબર ક્રાઇમ સેલ સક્રિય થયું અને તા̈ત્કાલિક પેજનો પાસવર્ડ બદલીને એડ હટાવી દેવામાં આવી હતી. નવસારી જિલ્લામાં લોકોને સાઇબર ક્રાઇમ અંગે સતત જાગૃત કરવામાં આવે છે, ત્યારે જ પોલીસના સત્તાવાર પેજની ડિજિટલ પ્રોટેક્શન વોલ કાચી સાબિત થઈ હોવાની ચર્ચા ચાલી રહી છે.

ફરિયાદ દાખલ કર્યા વગર પોતાના સ્તરે તપાસ શરૂ કરી

પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, અજાણ્યા ઇસમોએ ખૂબ સરળતાથી પેજ હેક કરી એડવર્ટાઇઝમેન્ટ મૂકી હતી. ઘટનાની ગંભીરતા ધ્યાનમાં લઈ સાઇબર ક્રાઇમ વિભાગે આ મુદ્દે ફરિયાદ દાખલ કર્યા વગર પોતાની સ્તરે તપાસ શરૂ કરી છે. હાલ સાઇબર પી.આઈ. ઉમંગ મોદી અને તેમની ટીમ હેકરો સુધી પહોંચવા માટે ટેક્નિકલ વિશ્લેષણ કરી રહી છે અને પેજ કેવી રીતે હેક થયું તેની દિશામાં તપાસ આગળ વધારવામાં આવી રહી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
અમદાવાદના નિકોલમાં નકલી ભૂવાનો પર્દાફાશ
રાજકોટમાં PSI એન. કે. પંડ્યાના ફાયરિંગ કેસમાં પોલીસની તપાસ તેજ
અમદાવાદમાં પ્રેમ પ્રકરણનો ખતરનાક અંજામ
ઉત્તર ગુજરાતની ઘરતી પર PM મોદીએ યાદ કર્યા એ દિવસો...
પંચમહાલમાં વિચિત્ર અકસ્માત