Home Gujarat Navsari Beach Two Bodies Found Fishermen Went Missing From Amreli

નવસારી દરિયા કિનારેથી મળી આવ્યા બે મૃતદેહો : અમરેલીથી ગુમ થયા હતા માછીમારો

નવસારી દરિયા કિનારેથી મળી આવ્યા બે મૃતદેહો
Published by: OBS Bureau
Last Updated: Aug 29, 2025, 01:05 PM IST

અમરેલી જિલ્લાના દરિયાઈ વિસ્તારમાંથી થોડા દિવસ અગાઉ એક દુર્ઘટના બની હતી, જેમાં માછીમારી માટે ગયેલી એક ફિશિંગ બોટ મધદરિયે ડૂબી ગઈ હતી. આ ઘટના જાફરાબાદથી લગભગ 18 નોટિકલ માઈલ દૂર બની હતી. બોટમાં અંદાજે 30થી વધુ ખલાસીઓ સવાર હતા. બોટ ડૂબી જતાં ઘણા ખલાસી દરિયામાં ડૂબી ગયા હતા. ઘટનાની જાણ થતા કોષ્ટગાર્ડની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને બચાવ કાર્ય શરૂ કર્યું હતું. કોષ્ટગાર્ડ દ્વારા અત્યાર સુધીમાં 11 ખલાસીઓની શોધખોળ કરી છે.


દરિયાઈ કિનારથી બે મૃતદેહો મળ્યા

આ ઘટનાના પગલે નવસારી જિલ્લાના દરિયાઈ સીમામાંથી બે મૃતદેહો તણાઈ આવ્યા છે. તેમા એક મૃતદેહ જલાલપોર તાલુકાના દાંડી દરિયા કિનારેથી મળ્યો હતો, જ્યારે બીજો મૃતદેહ માછીવાડ દીવા દાંડી વિસ્તારમાં મળી આવ્યો હતો. બંને મૃતદેહ મળતાં તરત જ મરીન પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવી હતી. પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી, જેમાં જાણવા મળ્યું કે બંને મૃતદેહો તે જ ડૂબેલી બોટના ખલાસીઓના હોવાનું જણાઈ આવ્યું છે.


બંને અમરેલી જિલ્લાના રહેવાસી હતા

મૃતદેહ પૈકી એકની ઓળખ હરીશભાઈ બિજભાઈ બારૈયા તરીકે કરવામાં આવી છે, તેઓ અમરેલી જિલ્લાના રહેવાસી હતા. પરિવારને આ દુઃખદ સમાચાર પહોંચાડાતા તેઓ તરતજ નવસારી માટે રવાના થયા છે. આ દુર્ઘટનાએ માછીમાર સમુદાયમાં અને સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now