Home Gujarat Nationwide Cyber Scam Worth 719 Crore Busted

દેશવ્યાપી ₹719 કરોડનું સાયબર કૌભાંડ ઝડપાયું! : બેંક મેનેજર સહિત 4ની ધરપકડ, 110 ખતાઓ ખાલ્યા અને..., આંતરરાષ્ટ્રીય તાર

દેશવ્યાપી ₹719 કરોડનું સાયબર કૌભાંડ ઝડપાયું!
Published by: OBS Bureau
Last Updated: Dec 11, 2025, 02:19 PM IST

₹719 Crore Cyber ​​Scam : દેશવ્યાપી ₹719 કરોડના મહાકાય સાયબર કૌભાંડમાં ભાવનગરમાંથી ઝડપાયું છે. ફાઇનાન્શિયલ ઇન્ટેલિજન્સ યુનિટ (FIU) ના ઇનપુટ આધારે થયેલી ઊંડાણપૂર્વકની તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે કે બેંકિંગ સિસ્ટમનો દુરુપયોગ કરવા માટે બેંકના જ તત્કાલીન બ્રાન્ચ મેનેજરની મિલીભગત હતી. આ કેસમાં ભાવનગરની ઇન્ડસઇન્ડ બેંકના મહિલા બ્રાન્ચ મેનેજર સહિત કુલ 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ સમગ્ર નેટવર્કના તાર દુબઈથી ચીન સુધી લંબાતા હોવાનું પણ ખુલ્યું છે.

કુલ 10 આરોપીઓ ઝડપાયા

સાયબર ક્રાઈમ સેલના SP સંજય કેશવાલાએ આપેલી માહિતી મુજબ, અત્યાર સુધી આ 719 કરોડના કેસમાં કુલ 10 આરોપીઓ ઝડપાઈ ચૂક્યા છે, જેમાં નવા ચાર આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. ધરપકડ કરાયેલા ચારેયની અલગ–અલગ ભૂમિકા હતી અને તમામે મળીને સાયબર ઠગો માટે બેંક એકાઉન્ટ ખોલાવવાના, મ્યુલ એકાઉન્ટ ઓપરેટ કરવાના તથા નાણાંને ક્રિપ્ટોકરન્સીમાં કન્વર્ટ કરવા માટે મદદરૂપ થતા બોગસ એકાઉન્ટ ખોલાવ્યા હતા.

પોલીસ હવે આંતરરાષ્ટ્રીય એજન્સીઓ સાથે મળી વધું તપાસ કરશે!

ધરપકડ કરાયેલા આરોપીઓમાં ઇન્ડસઇન્ડ બેંકની તત્કાલીન મહિલા બ્રાન્ચ મેનેજર ભૂમિકા જગદીશ લશ્કરી, સાહિલ સંજય કુમાર, તેમજ અન્ય બે લોકોનો સમાવેશ થાય છે. ઇન્ડસઇન્ડ બેંકના 110 જેટલા એકાઉન્ટો મારફતે આ કૌભાંડ આચરાયું હતું. મની લોન્ડરિંગના ભાગરૂપે નાણાંને વિવિધ લેયર મારફતે ફેરવવાનું મોડસ ઓપરેન્ડી અપનાવવામાં આવ્યું હતું. આ સમગ્ર કેસમાં મ્યુલ એકાઉન્ટથી લઈને આંતરરાષ્ટ્રીય ક્રિપ્ટો નેટવર્ક સુધીના નાણાકીય પ્રવાહો ટ્રેસ થતા પોલીસ હવે આંતરરાષ્ટ્રીય એજન્સીઓ સાથે સંકલન કરીને વધુ આરોપીઓની ઓળખ કરી રહી છે.

સાયબર ક્રાઈમ સેલ કેસને વધુ વિસ્તૃત બનાવવા માટે બેંક ડેટા, નેટવર્ક ટ્રેસિંગ તથા ડિજિટલ પેમેન્ટ ચેઇનની ટેક્નિકલ એનાલિસિસ કરી રહ્યું છે. આ કૌભાંડ દેશના સૌથી મોટા સાયબર–ફાઇનાન્શિયલ ફ્રોડ્સમાંનું એક ગણાય છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
મારી પત્નીના પૂર્વ ગૃહમંત્રી સાથે અનૈતિક સંબંધો...!!
Offbeat Exclusive: PMOમાં ફરિયાદ બાદ ધમેન્દ્ર હેરમાની હકાલપટ્ટી
વડોદરા 'કલાનગરી' માંથી બની 'મચ્છરનગરી'
કચ્છની રાજનીતિમાં ચૂંટણી પહેલાં મોટો ઉલટફેર
હે ભગવાન! રાજકોટમાં આવી કરુણાંતિકા