Home International National Mohmmad Alian Accused Of Saif Ali Khan Arrested

આખરે સકંજામાં આવ્યો સૈફનો જાની દુશ્મન : જાણો કઈ રીતે પકડાઈ ગયો સૈફનો હુમલાખોર

આખરે સકંજામાં આવ્યો સૈફનો જાની દુશ્મન
Published by: OBS Bureau
Last Updated: Jan 19, 2025, 09:43 AM IST

સૈફ અલી ખાન હુમલા કેસમાં પોલીસે અત્યાર સુધી અનેક શંકાસ્પદોની અટકાયત કરી, તેમની પૂછપરછ કરી પરંતુ આખરે આરોપી પકડાઈ ગયો છે, અને તેને પોતાના કારનામાની કબૂલાત કરી છે.


સૈફ અલી ખાન પર હુમલાના સમાચારથી દેશભરમાં હાહાકાર મચી ગયો. જોત જોતામાં પોલીસે 35 ટીમો તપાસમાં લગાવી દીધી. આ કેસની તપાસ ખુદ્દ ગબ્બર એટલે કે એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ દયા નાયક કરી રહ્યા હતા. 15 જાન્યુઆરી રાત્રે 2.30 કલાકે સૈફ પર થયેલા હુમલાના આરોપીની અટકાયત કરાઈ, તેની પૂછપરછ હાથ ધરાઈ જેમાં તેને ગુનો કબૂલી લીધો છે. ઠાણેમાંથી શખ્સને ઝડપી પાડવામાં આવ્યો હતો.  ઠાણેમાં હીરાનંદાની એસ્ટેટમાં ઝાડી-ઝાંખરામાં શખ્સ છૂપાઈ ગયો હતો, અને ત્યાથી તેને દબોચી લેવામાં આવ્યો છે. જે શખ્સ પકડવામાં આવ્યો તેને જ સૈફ પર હુમલો કર્યાની પોલીસે પુષ્ટિ કરી છે. આ શખ્સ સાઈટ પર કામ કરતા શ્રમિકો વચ્ચે આવી ગયો હતો, જેથી તેની ખબર પોલીસના ના પડે.

 કોણ છે આરોપી?


આ આરોપીનું નામ  મોહમ્મદ શરીફુલ ઈસ્લામ શહેઝાદ છે.  પોલીસ પૂછપરછમાં આરોપીએ સૌથી પહેલા પોતાનું નામ વિજય દાસ બતાવ્યું. આરોપી ઠાણેમાં હાઉસકિપિંગ કામ કરતો હતો. આરોપી મૂળ પશ્ચિમ બંગાળનો છે. મહત્વનું છે કે પોલીસને તપાસ દરમિયાન ચપ્પાનો ટુકડો મળી આવ્યો હતો. પોલીસે ચપ્પાના ટુકડાને તપાસ માટે ફોરેન્સિક લેબમાં મોકલ્યું છે.

પોલીસે કરિનાનું પણ લીધુ હતું નિવેદન


અભિનેત્રી કરિના કપૂરે પણ પોલીસ સમક્ષ પોતાનું નિવેદન નોંધાયુ હતું.  કરિનાના નિવેદન મુજબ- ઘરમાંથી ચોરી નથી થઈ, પરંતુ હુમલાખોર આક્રમક હતો, અને તેને વારંવાર સૈફને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો. જો કે સૈફ અલી ખાને બહાદુરીથી તેનો સામનો કર્યો હતો. આ ઘટનાક્રમ બાદ કરિના કરિશ્માના ઘરે જતી રહી હતી.

રિક્ષાચાલકનું પણ લેવાયું નિવેદન


સૈફ અલી ખાનને લીલાવતી હોસ્પિટલમાં પહોંચાડનાર ભજનસિંહ રાણાનું નિવેદન પણ પોલીસે નોંધ્યુ હતું. ભજનસિંહ રાણાએ મીડિયા સમક્ષ બતાવ્યુ હતું કૈ સૈફ કેવી હાલતમાં તેમની રિક્ષામાં બેસ્યા હતા.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now