Home International National Commission For Womens Public Hearing In Ahmedabad Chairperson Vijaya Hatkar Will Be Present

અમદાવાદમાં રાષ્ટ્રીય મહિલા આયોગની જન સુનવાઈ : અધ્યક્ષ વિજયા રાહાટકર રહેશે હાજર

અમદાવાદમાં રાષ્ટ્રીય મહિલા આયોગની જન સુનવાઈ
Published by: OBS Bureau
Last Updated: Jul 02, 2025, 04:47 PM IST

રાષ્ટ્રીય મહિલા આયોગના અધ્યક્ષ વિજયા રહાટકરના અધ્યક્ષસ્થાને તારીખ ૦૩ જુલાઈ ૨૦૨૫ના રોજ અમદાવાદમાં મહિલા જન સુનવાઈ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

ગુરુવારે સવારે ૧૦:૦૦થી ૨:૦૦ કલાક દરમિયાન સ્ટેટ ગેસ્ટ હાઉસ, એનેક્ષી, શાહીબાગ, અમદાવાદ ખાતે જન સુનવાઈ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં કોઇ પણ પીડિત મહિલા પોતાની ફરિયાદની રજૂઆત અધ્યક્ષ સમક્ષ રૂબરૂમાં કરી શકે તે મુજબની અલાયદી વ્યવસ્થા કરવામાં આવી છે.

અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, અમદાવાદની અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર આ કાર્યક્રમમાં વધુમાં વધુ મહિલાઓ ઉપસ્થિત રહે અને જન સુનવાઈનો લાભ લે તે અર્થે જિલ્લા વહીવટી તંત્ર અમદાવાદ તરફથી સૌને અપીલ કરવામાં આવી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
ઇરાન-અમેરિકા યુદ્ધમાં નવો વળાંક?
PM મોદીએ સાઉદીના ક્રાઉન પ્રિન્સ સાથે કરી વાત
યુદ્ધ વચ્ચે રાહતના સમાચાર
અબુ ધાબીમાં મિસાઈલ હુમલો
Play Video
ઈરાન-હિઝબુલ્લાહ બાદ હવે યમનની એન્ટ્રી
Play Video