Home Gujarat Narmda Passengers Problems Have Increased After The Gambhira Bridge Accident

Narmda: ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ વધી મુસાફરોની મુશ્કેલી! : રાજપીપળા ડેપો પર બસ રોકી વિદ્યાર્થીઓ ઠાલવ્યો રોષ

Narmda: ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ વધી મુસાફરોની મુશ્કેલી!
Published by: OBS Bureau
Last Updated: Jul 22, 2025, 07:58 AM IST

ગંભીરા બ્રિજ દુર્ઘટનાને પગલે નર્મદાના દેડીયાપાડાથી નિકળતો મોવીનો બ્રિજ અને નેત્રંગનો બ્રિજ બંધ કરી દેતા દેડિયાપાડા સાગબારા સંપર્કવિહોણું થતાં વસ્તુઓની અછત સર્જાઈ છે. જ્યારે નર્મદાના 6 બ્રિજ મોટા વાહન માટે બંધ થતાં 250 કિમીનો ફેરાવો વધ્યો જેને લઈ વિધાર્થીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. રાજપીપલા ડેપો પરથી જતી બસો રોકી વિધાર્થીઓએ રોષ ઠાલવ્યો છે.

મોવીનો બ્રીજ તૂટતાં પહેલા નેત્રંગ થઈને મોટા વાહનો જતા હતા. જેના કારણે 45 કિમિનું અંતર 75 કિમિનું થતું હતું. હાલ આ 6 મુખ્ય બ્રીજો બંધ કરવામાં આવતા રાજપીપળા થઈ અંકલેશ્વર થી કીમ કોસંબા થઈ ઝંખવાવ, વાડી થઈને અંદાજિત 170 થી 250 કીમીનો ફેરો ફરીને જવાનું થતું હોય છે. ઉંચુ ભાડું મુસાફરો પર વધારી દેવાતા મુસાફરોમાં રોષ જોવા મળી રહ્યો છે.

ડેડીયાપાડાના નેતા શંકર વસાવાએ જણાવ્યું હતું કે, ડેડીયાપાડા સાગબારા સંપર્ક વિહોણું બન્યું છે. બધી ચીજવસ્તુઓની અછત સરજાઈ રહી છે. હાલ જે સ્ટોક છે એટલે ચાલે છે પણ આવુને આવુ રહ્યું તો ચીજ વસ્તુઓ ખૂટી જતા મુશ્કેલીઓ વધશે. જિલ્લા પ્રભારી મંત્રી ભીખુસિંહ પરમારને રજૂઆત કરતા તેમને તંત્રને તાત્કાલિક ઝડપથી રીપેર કરી આ બ્રીજ ખુલ્લા મુકવા અને જ્યાં સુધી રીપેરે ચાલે ત્યાં શુધી નાની બસો મૂકીને પણ બાળકોને સ્કૂલે પહોંચાડવા અને નાના વાહનોમાં અનાજ ખાતર વસ્તુઓ પુરી પાડવા સૂચના આપી છે.

ડેડીયાપાડા સાગબારા ખાતે વિદ્યાર્થીઓ અટવાયા મોટી બસો બંધ, શાકભાજી સરકારી અનાજ અટવાયું ખાતર અટવાયું ખેડૂતોને પારાવાર મુશ્કેલી પડી રહી છે. શાળાના બાળકોએ બસો રોકી પોતાના ગામ પહોંચાડવા જીદ કરી હતી. જોકે આ બાબતે રાજપીપળા ડેપો મેનેજરે જણાવ્યું કે,આગળ રજુવાત કરી છે પણ જે સૂચના મળે એ પ્રમાણે કામ કરી રહ્યા છીએ. હાલ તો મોવી સુધી જ બસો ચલાવી રહ્યા છે. આ બસો બંધ થતાં લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now