Home Gujarat Rajkot Narendra Dave Rajkot Election Decision Jangleshwar Demolition

નરેન્દ્ર ડવનો એક નિર્ણય અને રાજકોટનું રાજકારણ ગરમ! : વોર્ડ નં. 16 ના કોર્પોરેટરે ચૂંટણી લડવા બાબતે આપ્યું મોટું નિવેદન

કોર્પોરેટર નરેન્દ્ર ડવનો ચુંટણી ન લડવા માટેનો પત્ર
Published by: Chintan Chavda
Last Updated: Apr 02, 2026, 11:28 AM IST

રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 23 ફેબ્રુઆરીના રોજ જંગલેશ્વર વિસ્તારમાં ઇતિહાસનું સૌથી મોટું મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું. આ ડિમોલેશનના વિરોધથી ચર્ચામાં આવેલા રાજકોટ વોર્ડ નંબર 16 ના કોર્પોરેટર અને ભાજપના કાર્યકર્તા નરેન્દ્ર ડવના એક નિર્ણયથી રાજકારણ ગરમાયું છે.

"હું ચુંટણી લડવા માંગતો નથી" : નરેન્દ્ર ડવ

તાજેતરમાં જ નરેન્દ્ર ડવએ સ્થાનિક સ્વરાજ્યની ચુંટણી ન લડવાનો નિર્ણય લીધો છે. આ મામલે મીડિયા સાથે વાત કરતાં તેમણે જણાવ્યું કે, 10/11-3-2026 એ વોર્ડ નંબર 16 ના કોર્પોરેટર તરીકે મારી મુદ્દત પૂરી થઈ છે. અને આ વખતે હું ચુંટણી લડવા માંગતો નથી. તે બાબતે હું નિરીક્ષકને મારો પત્ર આપવા માટે આવ્યો છું.
"ત્રણ ટર્મ પાર્ટીએ મને ટિકિટ આપી છે" : નરેન્દ્ર ડવ

વધુમાં વોર્ડ નં.16 ના પૂર્વ કોર્પોરેટરે જણાવ્યું, "સ્વેચ્છા એ હું ઇલેક્શન લડવા માંગતો નથી." તેમણે ચુંટણી ન લડવાનું કારણ જણાવતા કહ્યું કે, હું અગાઉ 2 ટર્મ લડ્યો છું, (2005-2010 અને 2010-2015) વચ્ચે એક ટર્મ નહતો લડ્યો અને 2021 થી 2025 ઇલેક્શન લાડેલો છું એટલે ત્રણ ટર્મ પાર્ટીએ મને ટિકિટ આપી છે, તો મને સંતોષ છે. હવે જેને ટિકિટ આપશે તેની માટે હું પાર્ટીનું કામ કરીશ.

વધુ વાંચો: બૂથ કાર્યકર્તા પક્ષનો સૌથી મજબૂત પાયો : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ભાજપા સજ્જ: જગદીશ વિશ્વકર્માએ કાર્યકર્તાઓને આપ્યો વિજય મંત્ર

અગાઉ ભ્રષ્ટાચારના લાગ્યા હતા આરોપ

તમને જણાવી દઈએ કે રાજકોટ જંગલેશ્વરના ડિમોલેશન સમયે નરેન્દ્ર ડવ પર ભ્રષ્ટાચારના આરોપ પણ લગાવવામાં આવ્યા હતા. તે સમયે તેમણે ડિમોલિશનનો વિરોધ કર્યો હતો, ત્યારે બાદ તેમની જ પાર્ટી(ભાજપ)ના કાર્યકર્તા દ્વારા તેમના બાંધકામ ન તોડવા માટે 4 લાખ રૂપીયા લીધા હોવાના આરોપ લગાવ્યા હતા.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now