Home Gujarat Naradham Beats 6 Year Old Girl In Atkot Jasdan

જસદણના આટકોટમાં નરાધમે 6 વર્ષીય બાળકીને પીંખી : નિર્ભયા જેવી ઘટના, દુષ્કર્મનો પ્રયાસ કરી ગુપ્તાંગમાં સળિયો ઘુસાડ્યો, ચકચાર

જસદણના આટકોટમાં નરાધમે 6 વર્ષીય બાળકીને પીંખી
Published by: OBS Bureau
Last Updated: Dec 09, 2025, 01:32 PM IST

Jasdan Crime News : રાજકોટમાં જસદણના આટકોટ વિસ્તારમાં ‘નિર્ભયા’ જેવી હદયદ્રાવક ઘટના સામે આવી છે, જેમાં 6 વર્ષીય બાળકી પર દુરાચાર કરવાનો પ્રયાસ કરનાર નરાધમને પોલીસે ઝડપી લીધો છે. મૂળ દાહોદ જિલ્લાના એક શ્રમિક પરિવારની આ નાનકડી બાળકી પોતાના માતા–પિતા સાથે વાડીમાં રમી રહી હતી ત્યારે તેની સાથે આ ક્રૂર ઘટના બની હતી.

આટકોટમાં નિર્ભયા જેવી ઘટના

4મી તારીખે પરિવાર ખેત મજૂરીમાં વ્યસ્ત હતો અને બાળકી ત્યાં રમી રહી હતી, ત્યારે એક અજાણ્યો શખ્સ બાળકીને ઉચકી લઈ ગયો હતો. પોલીસના જણાવ્યા મુજબ, આરોપીએ બાળકીનું મોઢું દબાવ્યું અને દુષ્કર્મ કરવાનો પ્રયાસ કર્યો હતો. બાદમાં નરાધમે ગુપ્તાંગમાં સળિયો ઘુસાડ્યો હતો. આરોપીએ બાળકી પર અત્યંત શારીરિક અત્યાચાર કર્યો હોવાના આક્ષેપો છે, જેને કારણે બાળકી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ ગઈ હતી. તરત જ તેને રાજકોટની જનાના હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી છે, જ્યાં તેની સારવાર ચાલુ છે.

100 જેટલા શકમંદોની પૂછપરછ

ઘટના બાદ પોલીસ તંત્ર સતર્ક બન્યું હતું અને 100 જેટલા શકમંદોની પૂછપરછ કરી, જેમાંથી આશરે 10 જેટલા શખ્સોને ધ્યાનમાં રાખીને મુખ્ય આરોપીની ઓળખ કરવામાં આવી. અંતે પોલીસએ 30 વર્ષીય રામસિંહ તેરસિંહ, જે ત્રણ સંતાનનો પિતા છે, તેની ધરપકડ કરી લીધી છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપી પરિચિત નહોતો અને તક જોઈ બાળકીને વાડીમાંથી લઈ ગયો હતો.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
Surendranagar: ધ્રાંગધ્રાના વિરેન્દ્રગઢમાં નકલી MBBS ડોક્ટર ઝડપાયો
ગુજરાત યુનિવર્સિટીના સત્તાધીશોનો વધુ એક છબરડો
Play Video
અમદાવાદના નિકોલમાં નકલી ભૂવાનો પર્દાફાશ
Play Video
રાજકોટમાં PSI એન. કે. પંડ્યાના ફાયરિંગ કેસમાં પોલીસની તપાસ તેજ
અમદાવાદમાં પ્રેમ પ્રકરણનો ખતરનાક અંજામ