A unique love story : પ્રેમની કોઈ સીમા કે ઉંમર નથી હોતી, પરંતુ ક્યારેક પ્રેમમાં એવા વળાંક આવે છે જે સૌને ચોંકાવી દે છે. બિહારના નાલંદા જિલ્લામાંથી એક અનોખો અને આશ્ચર્યજનક કિસ્સો સામે આવ્યો છે, જ્યાં ત્રણ બાળકોની માતાને પોતાનાથી 12 વર્ષ નાના યુવક સાથે પ્રેમ થઈ ગયો. આ અનોખી પ્રેમ કહાની અને ત્યારબાદ પતિએ લીધેલો નિર્ણય હાલ સમગ્ર વિસ્તારમાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે.
મધ્યરાત્રિએ પ્રેમી પકડાતા મચ્યો હોબાળો
નાલંદા જિલ્લાના ઇસ્લામપુર પ્રખંડમાં આવેલા કટવારસલપુર ગામમાં 36 વર્ષની પરિણીત મહિલા અને ગામના જ 24 વર્ષના યુવક વચ્ચે છેલ્લા ઘણા સમયથી પ્રેમ સંબંધ ચાલતો હતો. બંને અવારનવાર એકબીજાને મળતા અને ફોન પર વાત કરતા હતા. ગામના લોકોને પણ આ બાબતની થોડી ઘણી આશંકા પહેલાથી જ હતી. શુક્રવારે મોડી રાત્રે જ્યારે યુવક મહિલાને મળવા તેના ઘરે પહોંચ્યો, ત્યારે ગ્રામજનોએ તેને રંગેહાથ પકડી લીધો હતો અને ગામમાં ભારે હોબાળો મચી ગયો હતો.
જોજો ગૂગલ મેપના ભરોશે ના રહેતા!: પરિવારને જવું હતું લગ્નમાં, પહોંચી ગયો સીધો નાળામાં
મામલો પહોંચ્યો પોલીસ સ્ટેશન
આ ઘટના બાદ ગામમાં સ્થિતિ ઘણી તણાવપૂર્ણ થઈ ગઈ હતી. સ્થિતિ વધુ વણસે તે પહેલાં જ ખુદાગંજ પોલીસ સ્ટેશનની પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે પ્રેમી યુગલની અટકાયત કરી અને વધુ પૂછપરછ માટે તેમને પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. આ દરમિયાન બંને પક્ષના પરિવારજનો અને મોટી સંખ્યામાં ગ્રામજનો પણ પોલીસ સ્ટેશન પહોંચી ગયા હતા. પૂછપરછ દરમિયાન 24 વર્ષના યુવકે સ્પષ્ટ કર્યું કે તે મહિલા સાથે જ આખી જિંદગી વિતાવવા માંગે છે.
પતિએ મંદિરમાં કરાવ્યા પત્નીના લગ્ન
પોલીસ સ્ટેશનમાં બંને પ્રેમીઓનો એકબીજા પ્રત્યેનો પ્રેમ જોઈને મહિલાના પતિએ એક મોટું પગલું ભર્યું. તેણે પત્ની સાથે રહેવાનો સાફ ઇનકાર કરી દીધો અને પત્નીના લગ્ન તેના પ્રેમી સાથે કરાવી દેવાનો નિર્ણય લીધો. પતિ પોતે બંનેને ગામની નજીક આવેલા એક મંદિરમાં લઈ ગયો અને ત્યાં હાજર લોકોની સામે વિધિવત રીતે પત્નીના લગ્ન તેના પ્રેમી સાથે કરાવી દીધા. આ અનોખા લગ્ન જોવા માટે મંદિરમાં પણ લોકોના ટોળા ઉમટ્યા હતા.
100% ઇથેનોલ પેટ્રોલની જગ્યા કેવી રીતે લેશે?: જાણો નવા ફ્યુઅલની સૌથી મોટી ઘાતક તાકાત અને કમજોરી
બાળકોએ પિતા સાથે રહેવાનું પસંદ કર્યું
આ આખી ઘટના દરમિયાન લગ્ન મંડપમાં મહિલાના પતિ ઉપરાંત તેના ત્રણેય બાળકો પણ હાજર હતા. માતાના આ પગલાંથી નારાજ થઈને ત્રણેય બાળકોએ એક મોટો નિર્ણય લીધો. બાળકોએ તેમની માતા સાથે જવાને બદલે પોતાના પિતા સાથે જ રહેવાની ઈચ્છા વ્યક્ત કરી. હાલ આ અનોખી પ્રેમ કહાની અને પતિના આ આશ્ચર્યજનક અને ઉદાર નિર્ણયની ચર્ચા આખા વિસ્તારમાં લોકમુખે થઈ રહી છે.






