Home Gujarat My Dear Friend The Sangh

''સંઘને મારા મિચ્છામી દુક્કડમ'' : મુખ્યમંત્રીએ પારણા પ્રસંગે વરઘોડાનું પ્રસ્થાન કરાવ્યું

''સંઘને મારા મિચ્છામી દુક્કડમ''
Play Video
Published by: OBS Bureau
Last Updated: Aug 29, 2025, 09:24 AM IST

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે વહેલી ભાવનગર ખાતે સિધ્ધિતપના આરાધકોના સામૂહિક પારણા પ્રસંગે ઉપસ્થિત રહી વરઘોડાનું પ્રસ્થાન કરાવ્યું હતું.

ભાવનગર જૈન શ્વેતાંબર મૂર્તિ પૂજક તપ સંઘના આંગણે ચાતુર્માસ બિરાજમાન પૂ. ગુરુ ભગવંતોની પાવન નિશ્રામાં સિદ્ધિદાયક 531 થી વધુ સિદ્ધિતપના તપસ્વીઓની તપશ્ચર્યાના પારણા મહોત્સવ પ્રસંગે જિનાલય ખાતેથી મુખ્યમંત્રીશ્રીએ તપસ્વીઓના વરઘોડાને શાસન ધ્વજ ફરકાવીને પ્રસ્થાન કરાવ્યું હતું. અને આરાધકોને શુભેચ્છા પાઠવી હતી.કાર્યક્રમની શરૂઆતમાં નવકાર મહામંત્ર ગાન કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીને જૈન આચાર્ય દ્વારા વાસક્ષેપ અને આશીર્વાદ આપવામાં આવ્યા હતા. ભાવનગર જૈન શ્વેતાંબર મૂર્તિ પૂજક તપા સંઘના આગેવાનો દ્વારા મુખ્યમંત્રીનું બહુમાન કરવામાં આવ્યું હતું. 

આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, આજે એક સાથે આટલા તપસ્વીઓના દર્શનનો લ્હાવો મળ્યો છે, તેમજ આપણી તો સંસ્કૃતિ છે કે તપસ્વીઓના દર્શન માત્રથી ઉદ્ધાર થાય છે. તેમણે કહ્યું કે, તપશ્ચર્યા અને તપસ્યાના માધ્યમથી મુનિ ભગવંતના ચરણોમાં જેટલા રહીએ એટલો લાભ થાય છે. તેમણે તપસ્વીઓને વંદન કરી, સકળ સંઘને મિચ્છામી દુક્કડમ કર્યું હતું.

આ તકે કેન્દ્રીય મંત્રી રાજ્ય નિમુબેન બાંભણીયા, મેયર ભરતભાઈ બારડ, ધારાસભ્યો સર્વ જીતુભાઇ વાઘાણી, સેજલબેન પંડ્યા, શિવાભાઈ ગોહિલ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજુભાઈ રાબડીયા, ડેપ્યુટી મેયર મોનાબેન પારેખ, અગ્રણીઓ કુમારભાઈ શાહ, દિગ્વિજયસિંહ ગોહિલ, કિશોરભાઈ ગુરુમુખાણી તેમજ ભાવનગર જૈન શ્વેતાંબર મૂર્તિ પૂજક તપા સંઘના જયુભાઈ શાહ મનીષભાઈ કનાડીયા, હિમાંશુભાઈ શાહ સંજયભાઈ ઠાર, પિયુષભાઈ દોશી, રમેશભાઈ શાહ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now