Home Gujarat Murder Of A Young Woman In Broad Daylight

વઢવાણમાં દહેશત : ધોળા દિવસે યુવતીની હત્યા

વઢવાણમાં દહેશત
Published by: OBS Bureau
Last Updated: May 18, 2025, 08:31 AM IST

સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ શહેરના ગણપતિ ફાટક પાસે શનિવારે દિનદહાડે એક યુવતીની જાહેરમાં હત્યા કરવામાં આવી હતી. મળતી માહિતી અનુસાર, યુવતિ રસ્તે પસાર થતી હતી ત્યારે અચાનક એક યુવકોએ તેના પર છરીથી આડેધડ ઘા કરીને તેની હત્યા કરી નાંખી હતી. ગંભીર રીતે ઘવાયેલી યુવતિ રસ્તા પર ફસડી પડી હતી અને તાત્કાલિક તેને હોસ્પિટલ લઈ જવામાં આવી હતી, જ્યાં તેનું મોત નિપજ્યું.

હત્યાનો અંજામ આપ્યા બાદ આરોપી યુવક ઘટનાસ્થળ પરથી ફરાર થઇ ગયો છે. ઘટનાની જાણ થતા વઢવાણ પોલીસ ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે.

મરણ પામેલી યુવતિના પરિવારજનો ઘટના બાદ હોસ્પિટલમાં ઉમટી પડ્યા હતા. પરિવારજનોએ ફરાર હત્યારો ઝડપાયા વગર મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કર્યો છે. સ્થિતિને સંભાળવા માટે ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે કડક પગલાં લીધા છે.

હત્યાની પીછેહઠ શું હતી અને આરોપીનો યુવતી સાથે શું સંબંધ હતો, તે અંગે હજુ સ્પષ્ટતા થઈ નથી. પોલીસ દ્વારા આરોપીની શોધખોળ શરૂ કરવામાં આવી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now