Home Gujarat Murder Mystery Solved Know The Sequence Of Events From Disappearance To Murder

હત્યાનો ઉકેલાયો ભેદ : જાણો ગુમ થવાથી હત્યા સુધીનો ઘટનાક્રમ

હત્યાનો ઉકેલાયો ભેદ
Published by: OBS Bureau
Last Updated: May 13, 2025, 06:13 PM IST

વડોદરામાં દરજીપુરા ગામના 29 વર્ષીય યુવાન દીપેનકુમાર મુકેશભાઈ પટેલના ગુમ થવાની કેસનો રહસ્ય ઉકેલાતાં ગુમ થવાની પાછળ હત્યાનો ભેદ બહાર આવ્યો છે. પોલીસે આ હત્યાકાંડમાં તેનો નજીકનો ઓળખીતો અને પાડોશી હાર્દિક કૈલાસભાઈ પ્રજાપતી (ઉ.વ. 26)ને ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

ગુમ થવાથી હત્યા સુધીનો ઘટનાક્રમ
તા. 07 મેના રોજ દીપેનકુમાર પોતાના ઘેરથી "સાસરી જઈ રહ્યો છું" કહી કાર સાથે નીકળ્યા હતા, પરંતુ ત્યારબાદ પરત ન ફરતા અને સંપર્ક ન થતા પરિવારજનો દ્વારા શોધખોળ શરૂ કરાઇ હતી. કોઈ અતર ન આવતા, બીજા દિવસે હરણી પોલીસ સ્ટેશનમાં ગુમ થવાની નોંધ કરવામાં આવી હતી.




નદીમાંથી મળી કાર, કેનાલમાંથી મળી લાશ
તપાસ દરમિયાન દીપેનકુમારની કાર અનગઢ પાસે મહીસાગર નદીમાંથી મળી આવી હતી. જ્યારે તેમના મૃતદેહનો પત્તો કાલોલ પોલીસ હદના કનેટીયા ગામની સીમમાં આવેલી નર્મદા કેનાલમાંથી મળ્યો હતો. આ પહેલાંનો ગુમ થવાનો કેસ હવે હત્યામાં પરિવર્તિત થયો હતો.




ક્રાઇમ બ્રાન્ચની ટેકનિકલ તપાસે આપ્યો માળવો
પોલીસ કમિશ્નર નરસિમ્હા કોમાર, ACP ડૉ. લીના પાટીલ અને DCP યુવરાજસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચે સીસીટીવી ફૂટેજ, ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન ઈન્ટેલિજન્સના આધારે ગુનાની પરત ઉભી કરી.

દીપેનકુમારના દરજીપુરા ખાતેના મકાન નજીક રહેતો હાર્દિક પ્રજાપતી શંકાસ્પદ જણાતા, તેની કડક પુછપરછ કરવામાં આવી હતી. જજ્જાતી પૂછપરછમાં હાર્દિક ભાંગી પડ્યો અને ગુનાની કબુલાત આપી.

હત્યા પાછળના કારણો
હાર્દિક પ્રજાપતીએ પોતાના પ્રેમસંબંધમાં દીપેનકુમાર આડખીલીરૂપ બને છે અને ભાડાનું મકાન ખાલી કરવા દબાણ કરતો હોવાને કારણે કંટાળી જઇ તેની હત્યા કરવાનો વિચાર કર્યો હતો. તેણે અગાઉથી મરચાની ભૂકી અને કટર ખરીદી રાખી અને એક મહિના સુધી મોકો જોઈ રહ્યો હતો. તિથિ 07 મેના રોજ ગુનાને અંજામ આપી દીધો હતો.




કાયદેસર કાર્યવાહી માટે પોલીસને સોપાયો
હત્યા બાદ લાશને કેનાલમાં ફેંકી અને સાબિતી નશ્ટ કરવા કારને નદીમાં ફેંકી દીધી હતી. આ સમગ્ર કબુલાત બાદ આરોપી હાર્દિક પ્રજાપતીને ક્રાઇમ બ્રાન્ચે હરણી પોલીસ સ્ટેશનને સોંપી વધુ તપાસ શરૂ કરી છે.




આરોપીનું સંપૂર્ણ વિગતો:
હાર્દિક કૈલાસભાઈ પ્રજાપતી (ઉ.વ. 26), રહે. દરજીપુરા પટેલ ફળીયું, વડોદરા. મુળ નિવાસી: ભાવનગર.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now