વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરને સિંગલ યુઝ પ્લાસ્ટિક ફ્રી સિટી બનાવવા માટે નવું પગલું ભરાયું છે. ખંડેરાવ માર્કેટ ખાતે પ્રાયોગિક ધોરણે ક્લોથ બેગ વેન્ડિંગ મશીન મૂકાયું છે.
માત્ર ₹5માં કાપડની થેલી
મશીનમાં 5 રૂપિયાનો સિક્કો નાખતા કે ઓનલાઇન પેમેન્ટ કરતા તરત જ એક કિલો જેટલો સામાન સમાવી શકે તેવી થેલી મળશે.
100 સ્થળોએ સ્થાપનાનું આયોજન
હાલ ખંડેરાવ માર્કેટ ખાતે મશીન મૂકાયું.
એક સપ્તાહમાં 9 સ્થળોએ (દરેક વોર્ડમાં એક) મશીન સ્થાપાશે.
ટૂંક સમયમાં તમામ19 વોર્ડમાં મશીન મૂકવાની યોજના
ભવિષ્યમાં 100 જેટલા સ્થળોએ મશીનો મૂકાશે.
ખર્ચ અને સુવિધા
એક મશીનની કિંમત ₹49,000.
કુલ 9 મશીન માટે ખર્ચ ₹4.41 લાખ.
એજન્સી દ્વારા 3 વર્ષ સુધી મશીનનું મેઇન્ટેનન્સ તથા થેલી ભરવાની જવાબદારી.
એક મશીનમાં 100 થેલીઓ સમાય.
મશીન સરકારની પ્રતિક્ષા પોર્ટલ સાથે કનેક્ટ રહેશે.
અધિકારીઓનું નિવેદન
સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડૉ. શીતલ મિસ્ત્રી અનુસાર, “સિંગલ યુઝ પ્લાસ્ટિક ફ્રી સિટી” માટે વડોદરા કોર્પોરેશન ટેક્નોલોજીની મદદ લઈ રહ્યું છે. 15 ઓગસ્ટે આ પ્રોજેક્ટનો શુભારંભ કરવામાં આવ્યો.
હાલ નગરજનો માટે માત્ર ₹5માં પર્યાવરણ મૈત્રીપૂર્ણ કાપડની થેલી ઉપલબ્ધ થવા લાગી છે. હવે જોવું એ રહેશે કે કોર્પોરેશનનો આ પ્રયાસ નાગરિકોમાં કેટલો લોકપ્રિય અને સફળ સાબિત થાય છે.





