Home International Mumbai Rains News School Closed Heavy Rains Lash Thane Palghar

મુંબઈમાં 177 mm વરસાદ : રોડ રસ્તાઓ પર વહી નદી, સ્કૂલ કૉલેજ બંધ, 48 કલાક રેડ એલર્ટ

મુંબઈમાં 177 mm વરસાદ
Published by: OBS Bureau
Last Updated: Aug 18, 2025, 05:19 PM IST

મહારાષ્ટ્રના મુંબઈ, થાણે અને પાલઘરમાં મંગળવાર (19 ઓગસ્ટ)ના રોજ શાળાઓ અને કોલેજો બંધ રહેશે. ભારે વરસાદને ધ્યાનમાં રાખીને વહીવટીતંત્રે આ નિર્ણય લીધો છે. હવામાન વિભાગે આગામી 48 કલાક માટે મુંબઈ, થાણે, રાયગઢ, રત્નાગિરી, પુણે, કોલ્હાપુર અને સતારામાં રેડ એલર્ટ જાહેર કર્યું છે.

BMCનું જાહેરનામું
બીએમસીએ જણાવ્યું છે કે, મંગળવાર, 19 ઓગસ્ટે તમામ સરકારી, ખાનગી અને મ્યુનિસિપલ શાળા-કોલેજો બંધ રહેશે. મુંબઈ અને ઉપનગરોમાં સતત વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે અને ટ્રાફિક જામ સર્જાયો છે.

મુખ્યમંત્રીનો સંદેશ
મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું કે, 15-16 જિલ્લાઓમાં રેડ અને ઓરેન્જ એલર્ટ જાહેર છે અને જરૂરી પગલાં લેવાઈ રહ્યા છે. કોંકણ વિસ્તારમાં નદીઓનું પાણી ચેતવણી સ્તર પાર કરી ગયું છે. જલગાંવ સહિત કેટલાક વિસ્તારોમાં ઘરો અને પ્રાણીઓને ભારે નુકસાન થયું છે.

નાનદેડ જિલ્લામાં પૂરનો ખતરો
નાંદેડ જિલ્લાના મુખેડ તાલુકામાં લેંડી ડેમ સહિત લાતુર, ઉદગીર અને કર્ણાટકથી આવેલ મોટા પાણીના પ્રવાહને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પરિસ્થિતિ ગંભીર છે.

તળાવો ઓવરફ્લો થયા
બૃહદ મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારને પાણી પૂરું પાડતા ૭માંથી ૬ તળાવો ભરાઈ ચૂક્યા છે. 18 ઓગસ્ટે વિહાર તળાવ ઓવરફ્લો થવા લાગ્યું, જે પાણી પુરવઠા માટે સારા સમાચાર છે.

મુંબઈમાં સતત વરસાદને કારણે જનજીવન અસરગ્રસ્ત છે અને લોકોને ઘરમાં જ રહેવાની અપીલ કરવામાં આવી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
ઈરાનની મિસાઈલ પર ભારતનું નામ?
અહીં ઉંઘીને લોકો મેળવે છે ભવિષ્યના સંકેત
ઈઝરાયેલી ટેન્કોનું કબ્રસ્તાન બન્યો આ દેશ
વૈશ્વિક બજારમાં ઉથલપાથલ
Bab al-Mandeb Strait ને કેમ કહેવામાં આવે છે Gate of Tears?