Home International Mumbai Airport Bomb Threat Police Control Room Gets Back To Back 3 Calls Security Alert And Investigation

ભારતના અતિ મહત્વના શહેરોને કોણ કરે છે ટાર્ગેટ? : મુંબઈ એરપોર્ટ પર બોમ્બનો ફોન આવતા જ ચારેકોર ચિંતાનો માહોલ

ભારતના અતિ મહત્વના શહેરોને કોણ કરે છે ટાર્ગેટ?
Published by: OBS Bureau
Last Updated: Jul 26, 2025, 06:36 AM IST

શુક્રવાર સાંજે મુંબઈના કંટ્રોલ રૂમમાં ખળભળાટ મચી ગયો હતો, જ્યારે અજાણ્યા શખ્સે ત્રણ વાર ફોન કરીને મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી. ઘટનાની ગંભીરતાને પગલે મુંબઈ પોલીસ, બોમ્બ સ્ક્વોડ અને અન્ય સુરક્ષા એજન્સીઓએ તાત્કાલિક સર્ચ ઓપરેશન શરૂ કર્યું.


ત્રણ વખત ફોન કરીને ધમકી

અજાણ્યા નંબર પરથી મળેલા કોલમાં કહેવામાં આવ્યું કે છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ (CSMIA)ના ટર્મિનલ 2 પર વિસ્ફોટક બોમ્બ મૂકવામાં આવ્યો છે અને ટૂંક સમયમાં મોટી દુર્ઘટના થશે. સતત ત્રણ કોલ મળ્યા બાદ કંટ્રોલ રૂમ સતર્ક બન્યો હતો.


એરપોર્ટ પર સઘન ચકાસણી, શંકાસ્પદ વસ્તુ ન મળી

મુંબઈ પોલીસ અને બોમ્બ ડિટેક્શન એન્ડ ડિસ્પોઝલ સ્ક્વોડ (BDDS) દ્વારા ટર્મિનલ 2 સહિત સમગ્ર એરપોર્ટ પર વિશેષ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું, પરંતુ લાંબી ચકાસણી બાદ કોઈ શંકાસ્પદ વસ્તુ મળી ન આવી.


આરોપીનો નંબરની પુષ્ટિ: આસામ અથવા પશ્ચિમ બંગાળનો સંભવિત કનેક્શન

મુંબઈ પોલીસના પ્રારંભિક અનુસંધાનમાં બહાર આવ્યું છે કે આરોપીનો ફોન નંબર આસામ અથવા પશ્ચિમ બંગાળનો હોઈ શકે છે. હાલ પોલીસ નંબર ટ્રેસ કરી રહી છે અને આ મામલે ગુનાહિત તપાસ શરૂ કરી દીધી છે.


કોઈ પણ સ્થિતિ માટે એલર્ટ સ્થિતિ

મુંબઈ પોલીસે જણાવ્યુ છે કે, "માટેની સુરક્ષા અને ભવિષ્યમાં આવો દુઃસાહસ ફરી ન બને એ માટે સુરક્ષા વ્યવસ્થા વધુ કડક કરવામાં આવી છે". આ બોગસ કોલ બદલ IPC હેઠળ કાયદેસરની કાર્યવાહી થવાની સંભાવના છે.

જ્યાં જ્યાં બોમ્બ ધમકી મળી છે:

શાળાઓ:

  • દિલ્હી-એનસીઆર વિસ્તારમાં: લગભગ ૨૦૦થી વધુ શાળાઓને ઈમેલ દ્વારા બોમ્બની ધમકી આપવામાં આવી હતી. તમામ શાળાઓ ખાલી કરાવાઈ અને પોલીસ દ્વારા તપાસ હાથ ધરાઈ, પરંતુ કોઈ વિસ્ફોટક પદાર્થ મળ્યો નહોતો.

  • અમદાવાદ: ૪૦થી વધુ શાળાઓને એકસાથે ઈમેલ મળ્યા હતા. તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી અને વિદ્યાર્થીઓને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા. તપાસમાં આ ધમકી ખોટી હોવાનું સામે આવ્યું.

  • વડોદરા: જૂન અને જુલાઈ ૨૦૨૫ દરમ્યાન અનેક ખાનગી શાળાઓને ધમકી મળતાં અરાજકતા સર્જાઈ. પોલીસે તપાસ કરી, પરંતુ બોમ્બ મળ્યો નહીં.

વિમાનો અને હવાઈ મથકો:

  • મુંબઈ: અનેક આંતરરાષ્ટ્રીય અને આંતરિક વિમાનોને ઉડાન પહેલાં કે દરમિયાન ધમકી મળી. તાત્કાલિક તમામ સુરક્ષા પગલાં લેવામાં આવ્યા. દરેક ઘટના બાદ તપાસમાં ખુલ્યું કે આ ધમકી ખોટી હતી.

  • અમદાવાદ (સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય હવાઈ મથક): બોમ્બની ઈમેલ દ્વારા ધમકી મળી હતી. સુરક્ષા દળો દ્વારા વિસ્તૃત તપાસ કરવામાં આવી અને અંતે ખોટી ધમકી સાબિત થઈ.

  • પટણા: જયપ્રકાશ નારાયણ હવાઈ મથકને પણ આવી જ ઈમેલ મળેલી, તપાસમાં ખરાબ ઈરાદા પાછળ કોઈ સાબિતી મળી નહોતી.

  • નાગપુર અને બૅંગલુરુ: બંને હવાઈ મથકોને પણ ધમકી મળી હતી, જેમાં કોઈ વિસ્ફોટક પદાર્થ મળ્યો ન હતો.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
ઇરાન-અમેરિકા યુદ્ધમાં નવો વળાંક?
PM મોદીએ સાઉદીના ક્રાઉન પ્રિન્સ સાથે કરી વાત
યુદ્ધ વચ્ચે રાહતના સમાચાર
અબુ ધાબીમાં મિસાઈલ હુમલો
Play Video
ઈરાન-હિઝબુલ્લાહ બાદ હવે યમનની એન્ટ્રી
Play Video