Home Gujarat Mumbai Ahmedabad Bullet Train Project Bridge Over Vishwamitri River Completed

મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ : વિશ્વામિત્રિ નદી પરના પુલનું નિર્માણ કાર્ય પૂર્ણ

મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ
Published by: OBS Bureau
Last Updated: Aug 07, 2025, 11:31 AM IST

Bullet Train Project: વડોદરા નજીક મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કામ પૂર જોશમાં ચાલી રહ્યું છે. આ પ્રોજેક્ટ માટે ગુજરાતમાં નિર્ધારિત 21 નદીના પુલોમાંથી આ સત્તરમા નદી પુલ તરીકે વિશ્વામિત્રી નદી પરનો પુલ પૂર્ણ થયો છે. આ પુલની ખાસિયત એ છે કે તેની લંબાઈ 80 મીટર છે અને તેને SBS પદ્ધતિ દ્વારા બનાવવામાં આવ્યો છે. તેનાં પિલર પણ 26થી 29.5 મીટર ઊંચા છે. 80 મીટર લાંબો આ પુલ વડોદરા-સુરતની રેલવેની મુખ્યલાઈન પાસે આવેલો છે. બુલેટ ટ્રેનનો રૂટ વડોદરાની આસપાસ વિશ્વામિત્રી નદીને 9 અલગ અલગ જગ્યાઓને ક્રોસ કરે છે એટલે કે ઓળંગે છે. મુખ્ય નદી પુલ ઉપરાંત બાકીના 8માંથી 3 પુલનું કામ હાલ પૂર્ણ થઈ ગયું છે. જ્યારે અન્ય જગ્યાઓએ કામ ચાલી રહ્યું છે.


પુલની વિશેષતાઓ

  • લંબાઈ - 80 મીટર

  • થાંભલાની ઊંચાઈ – 26 થી 29.5 મીટર

  • 5.5 મીટર વ્યાસના ત્રણ ગોળાકાર થાંભલા

  • દરેક પિલર પર 1.8 મીટર વ્યાસ અને 53 મીટરની લંબાઈવાળા 12 પાઇલ્સ મૂકવામાં આવ્યા છે

  • આ નદી વડોદરા બુલેટ ટ્રેન સ્ટેશનથી લગભગ 3 કિમી દૂર છે.

  • વડોદરા જિલ્લામાં પૂર્ણ થયેલ અન્ય નદી પુલ ધાધર નદી પર છે (120 મીટર).

એમએએચએસઆર કૉરિડોરમાં કુલ 25 નદીના પુલ છે, જેમાંથી 21 પુલ ગુજરાતમાં અને 4 મહારાષ્ટ્રમાં છે


નદીઓ પરના 17 પુલ પૂર્ણ થઈ ચૂક્યા

ગુજરાતમાં નિર્ધારિત 21 નદીના પુલમાંથી નીચેની નદીઓ પરના 17 પુલ પૂર્ણ થઈ ચૂક્યા છે. પાર (વલસાડ જિલ્લો), પૂર્ણા (નવસારી જિલ્લો), મીંઢોળા (નવસારી જિલ્લો), અંબિકા (નવસારી જિલ્લો), ઔરંગા (વલસાડ જિલ્લો), વેંગણિયા (નવસારી જિલ્લો), મોહર (ખેડા જિલ્લો), ધાધર (વડોદરા જિલ્લો), કોલક (વલસાડ જિલ્લો), વાત્રક (ખેડા જિલ્લો), કાવેરી (નવસારી જિલ્લો), ખરેરા (નવસારી જિલ્લો), મેશ્વ (ખેડા જિલ્લો), કીમ (સુરત જિલ્લો), દારોઠા (વલસાડ જિલ્લો), દમણ ગંગા (વલસાડ જિલ્લો) અને વિશ્વામિત્રી (વડોદરા જિલ્લો).

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now