વૈશ્વિક શેરબજારોમાં આ વર્ષે જોરદાર ઉછાળો જોવા મળ્યો, જેના પરિણામે વિશ્વના ટોચના 20 ધનિકોમાંથી 18ની નેટવર્થમાં વધારો થયો. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ ગુરુવારે શેરબજારની તેજીનો લાભ લઈને ₹1.59 લાખ કરોડ ($1.81 બિલિયન)નો ફાયદો મેળવ્યો.
સંપત્તિમાં $9.02 બિલિયનનો વધારો
બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઇન્ડેક્સ મુજબ, તેમની નેટવર્થ હવે $99.6 બિલિયન છે, જે તેમને $100 બિલિયન ક્લબમાં પ્રવેશની નજીક લાવે છે. આ વર્ષે તેમની સંપત્તિમાં $9.02 બિલિયનનો વધારો થયો, જેના કારણે તેઓ વિશ્વના ધનિકોની યાદીમાં 18મા સ્થાને છે.અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી પણ પાછળ નથી. તેમની નેટવર્થમાં $1.22 બિલિયનનો વધારો થયો, જે તેમને $92.3 બિલિયન સાથે વૈશ્વિક યાદીમાં 20મા અને એશિયામાં બીજા ક્રમે લાવે છે. આ વર્ષે તેમની સંપત્તિમાં $13.6 બિલિયનનો ઉછાળો આવ્યો. જોકે, ઓરેકલના લેરી એલિસન $180 બિલિયનના વધારા સાથે સૌથી મોટા ગેનર રહ્યા.
ટોચના 10 ધનિકોની યાદી
એલોન મસ્ક: $448 બિલિયન
લેરી એલિસન: $372 બિલિયન
માર્ક ઝુકરબર્ગ: $251 બિલિયન
જેફ બેઝોસ: $238 બિલિયન
લેરી પેજ: $220 બિલિયન
સેર્ગેઈ બ્રિન: $206 બિલિયન
બર્નાર્ડ આર્નોલ્ટ: $194 બિલિયન
સ્ટીવ બાલ્મર: $176 બિલિયન
જેન્સન હુઆંગ: $158 બિલિયન
માઈકલ ડેલ: $157 બિલિયન
આ યાદીમાં નવ અમેરિકન ધનિકોનો દબદબો છે, જ્યારે બિલ ગેટ્સની નેટવર્થમાં સૌથી વધુ ઘટાડો જોવા મળ્યો.




















