logo-img
Mukesh Ambani Net Worth Vs Neighboring Countries Gdp 2026

પાકિસ્તાન તો આસપાસ પણ નથી! : મુકેશ અંબાણી પાસે છે એટલી સંપત્તિ કે એશિયાના અનેક દેશોની અર્થવ્યવસ્થા પડી જાય ટૂંકી

પાકિસ્તાન તો આસપાસ પણ નથી!
Published by: Offbeat Team
| Last Updated: Feb 20, 2026, 02:00 AM IST

ભારતના સૌથી ધનિક અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીની સંપત્તિ આજે માત્ર આંકડા પૂરતી મર્યાદિત નથી પણ તે દુનિયાના અનેક દેશોની કુલ અર્થવ્યવસ્થા કરતા પણ વધારે છે. ફેબ્રુઆરી 2026ના આંકડા મુજબ મુકેશ અંબાણીની કુલ નેટવર્થ અંદાજે 101.6 અબજ ડોલર (આશરે 9.20 લાખ કરોડ રૂપિયા) થી વધુ છે. આ આંકડો એટલો વિશાળ છે કે તે એશિયા અને યુરોપના અનેક દેશોના વાર્ષિક GDP કરતા પણ આગળ નીકળી જાય છે. નેપાળ અને અફઘાનિસ્તાન જેવા પડોશી દેશોની કુલ આર્થિક ક્ષમતા અંબાણીની વ્યક્તિગત સંપત્તિ સામે નાની લાગે છે.

એશિયાના સૌથી ધનિક વ્યક્તિ અને વૈશ્વિક રેન્કિંગ

મુકેશ અંબાણી માત્ર ભારતના જ નહીં પરંતુ સમગ્ર એશિયાના સૌથી ધનિક વ્યક્તિ તરીકે પોતાનું સ્થાન જાળવી રહ્યા છે. ફોર્બ્સ અને બ્લૂમબર્ગના લિસ્ટ મુજબ તેઓ વિશ્વના ટોપ 20 અમીરોમાં સ્થાન ધરાવે છે. તેમની કમાણીનો મુખ્ય સ્ત્રોત રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ છે જે તેલ અને ગેસ, રીટેલ, ટેલિકોમ (Jio) અને ન્યૂ એનર્જી જેવા ક્ષેત્રોમાં ફેલાયેલી છે. આશ્ચર્યની વાત એ છે કે મુકેશ અંબાણીની સંપત્તિ ભારતના 14 રાજ્યોની સંયુક્ત આર્થિક ક્ષમતા કરતા પણ વધુ માનવામાં આવે છે.

કયા દેશો કરતા અનેકગણા અમીર છે અંબાણી?

મુકેશ અંબાણીની અંદાજે 101 અબજ ડોલરની સંપત્તિ વિશ્વના લગભગ 19 દેશોના વાર્ષિક ઉત્પાદન (GDP) કરતા વધારે છે. જેમાં નેપાળ (21.2 અબજ ડોલર), અફઘાનિસ્તાન (18.4 અબજ ડોલર), આઈસલેન્ડ (19.4 અબજ ડોલર) અને સાયપ્રસ (19.9 અબજ ડોલર) જેવા દેશોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત કંબોડિયા, ઝામ્બિયા અને હોન્ડુરાસ જેવા દેશોની અર્થવ્યવસ્થા પણ અંબાણીની નેટવર્થ સામે ટૂંકી પડે છે. પાકિસ્તાન અને બાંગ્લાદેશ જેવા દેશોના ચોક્કસ આર્થિક માપદંડોની સરખામણીએ પણ મુકેશ અંબાણીની સંપત્તિ ઘણી જંગી છે.

ભારતના અન્ય ધનકુબેર પણ રેસમાં આગળ

માત્ર મુકેશ અંબાણી જ નહીં પણ ભારતના અન્ય ટોચના ઉદ્યોગપતિઓ પણ વૈશ્વિક સ્તરે ધમાકેદાર પ્રદર્શન કરી રહ્યા છે. વર્ષ 2026ના અહેવાલ મુજબ સન ફાર્માના દિલીપ સંઘવીની સંપત્તિ અંદાજે 25.4 અબજ ડોલર છે જ્યારે વિપ્રોના અઝીમ પ્રેમજીની સંપત્તિ આશરે 10.2 અબજ ડોલર છે. આ બંને ઉદ્યોગપતિઓની વ્યક્તિગત સંપત્તિ પણ ઝિમ્બાબ્વે જેવા દેશોના કુલ GDP કરતા ઘણી વધારે છે. આ આંકડાઓ દર્શાવે છે કે ભારતના ટોચના બિઝનેસ ટાયકૂન્સ આજે વિશ્વના આર્થિક નકશા પર કેટલું મજબૂત સ્થાન ધરાવે છે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now