Home International Mukesh Ambani Donald Trump Usa Business News Economy America

દોહામાં ભરાયો દિગ્ગજોનો દરબાર! : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને મળ્યા મુકેશ અંબાણી, અમેરિકા અને કતાર વચ્ચે ઐતિહાસિક ડીલ

દોહામાં ભરાયો દિગ્ગજોનો દરબાર!
Play Video
Published by: OBS Bureau
Last Updated: May 15, 2025, 01:04 PM IST

ભારત-પાકિસ્તાન તણાવની વચ્ચે સૌ કોઈની નજર અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પની ટેરિફ ગેમ પર છે. ત્યારે ભારતના દિગ્ગ્જ ઉદ્યોગપતિ અને અમેરિકા ‘અકંલ સેમ’ વચ્ચેની મુલાકાત ચર્ચામાં છે. અમે વાત કરી રહ્યાં છીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને ભારતના ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની. ભારતીય ઉદ્યોગપતિ મુકેશ અંબાણીએ બુધવારે કતારની રાજધાની દોહામાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મુલાકાત કરી. આ મુલાકાત દરમિયાન બંને દિગ્ગજો વચ્ચે વાતાઘાટો પણ થઈ. આ બેઠક એવી ઐતિહાસિક ઘોષણાઓની સાક્ષી બની, જ્યાં અમેરિકા અને કતાર વચ્ચે કુલ $1.2 ટ્રિલિયન (લગભગ ₹100 લાખ કરોડ)ની વિવિધ ઔદ્યોગિક અને રક્ષણ સંબંધિત ડીલો પર હસ્તાક્ષર થયા.

બોઇંગ વિમાનો, કુદરતી ગેસ અને ટેકનોલોજી સામેલઃ
વ્હાઇટ હાઉસ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, આ ડીલમાં $243 બિલિયન (લગભગ ₹20 લાખ કરોડ)ની નાણાકીય સહમતિનો પણ સમાવેશ થાય છે. મુખ્ય ક્ષેત્રોમાં શસ્ત્રસજ્જા, કુદરતી વાયુની સપ્લાય, ક્વોન્ટમ ટેક્નોલોજી અને એરોનૉટિક્સનો સમાવેશ થાય છે.

કતાર એરવેઝ અને બોઇંગ વચ્ચે મેગા એવિએશન ડીલઃ
કતાર એરવેઝે બોઇંગ અને જીઇ એરોસ્પેસ સાથે 210 અમેરિકન નિર્મિત વિમાનોની ખરીદી માટે મહત્વપૂર્ણ કરાર કર્યો છે. તેમાં ‘બોઇંગ 787 ડ્રીમલાઇનર’ અને ‘777X’ મોડેલ્સનો સમાવેશ થાય છે. કુલ કરારની કિંમત $96 અબજ (લગભગ ₹8 લાખ કરોડ) છે, જે વૈશ્વિક એવિએશન સેક્ટર માટે એક મોટું પગલું માનવામાં આવી રહ્યું છે.

ભારતીય ઉદ્યોગ જગત માટે મહત્વપૂર્ણ સંકેતઃ
મુકેશ અંબાણીની આ ઊંચી સ્તરની બેઠકમાં હાજરી ભારત માટે નોંધપાત્ર છે. તેમના હાજર રહેવું એ ઇશારો આપે છે કે આવી મોટી આંતરરાષ્ટ્રીય ડીલોમાં ભારતના ઉદ્યોગપતિઓની પણ મહત્વપૂર્ણ ભૂમિકા રહી શકે છે, ખાસ કરીને એનર્જી, ટેક્નોલોજી અને ઉદ્યોગક્ષેત્રે. કતારમાં થયેલી આ બેઠક અને તેમાં થયેલી ડીલો વૈશ્વિક અર્થતંત્રના નવા યૂગનો ઈશારો આપે છે. બોઇંગ જેવી મોટી કંપનીઓ સાથે કરાર અને ક્વોન્ટમ ટેકનોલોજી જેવી નવીન યુક્તિઓમાં રોકાણ એ બતાવે છે કે અમેરિકા અને કતાર બંને આગામી દાયકાઓ માટે સહયોગ વધારવાના દિશામાં આગળ વધી રહ્યા છે. ભારત માટે, મુકેશ અંબાણી જેવી ઉદ્યોગસ્થીની હાજરી આ વૈશ્વિક ગતિવિધિઓમાં પોતાના યોગદાન માટે આશાપ્રદ સંકેત છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now