ભાજપના રાજ્યકક્ષાના નવા મંત્રી બનેલા સ્વરૂપજી ઠાકોર જ્યારે ભાભર ખાતે પહોંચ્યા હતા, ત્યારે તેમના ચાહકોએ ભવ્ય સ્વાગત કર્યું હતું. ત્યારે એક અનોખી અને ચર્ચાસ્પદ ઘટના બની હતી. આ કાર્યક્રમમાં કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોર પણ હાજર રહ્યા હતા, જેને લઇને રાજકીય વાતાવરણ ગરમાયું છે. ખાસ તો ત્યારે, જ્યારે ગેનીબેન ઠાકોરે સ્વરૂપજી ઠાકોરના કાનમાં કહ્યું કે, "મારો આભાર માનો, મેં સીટ ખાલી કરી તેના માટે"
રાજકીય અનેક તર્ક–વિતર્ક શરૂ!
આ સમગ્ર મામલે અનેક તર્ક–વિતર્ક શરૂ થયા છે. શું ખરેખર ગેનીબેનના કારણે સ્વરૂપજી ઠાકોરને મંત્રીપદ મળ્યું? સ્વરૂપજી ધારાસભ્ય તરીકે જીત પાછળ ગેનીબેનની કઈ રમત? જેવા વિવિધ સવાલો રાજકીય ગલિયારીઓમાં ચર્ચાઈ રહ્યાં છે.
ગેનીબેન ઠાકોરની હાજરીએ દરેકનું ધ્યાન ખેંચ્યું
ભાભર ખાતે સ્વરૂપજી ઠાકોરના સમર્થકો દ્વારા વિશાળ સ્વાગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગેનીબેન ઠાકોરની હાજરીએ દરેકનું ધ્યાન ખેંચ્યું. સામાન્ય રીતે વિરોધ પક્ષના નેતા આવા કાર્યક્રમોમાં ભાગ લેતા નથી, પરંતુ અહીં તેમનું હાજર રહેવું અને કહેલું વાક્ય રાજ્યના રાજકારણમાં નવી ચર્ચાઓ શરૂ કરે છે. હવે આ મુદ્દો માત્ર સ્થાનિક નહીં, પણ રાજકીય પાળીઓને અસર કરી શકે તેવી દિશામાં આગળ વધી રહ્યો છે. ગેનીબેનના ઉલ્લેખ પર ભાજપ અને કોંગ્રેસ બંને તરફથી શુન્સૂચન શરૂ થઈ શકે છે અને ચૂંટણી પહેલાં એવો રાજકીય સંકેત મહત્વ ધરાવે છે.






