Home International Most Wanted Prism The Accused Uae Indian Police Interpol Crime Cbi Notice Offbeatstories

સીબીઆઈનું યુએઈમાં ઓપરેશન : ઈન્ટરપોલે આરબ અમીરાતથી બે વોન્ટેડ આરોપીને ઝડપી પાડ્યાં

સીબીઆઈનું યુએઈમાં ઓપરેશન
Published by: OBS Bureau
Last Updated: Apr 04, 2025, 12:37 PM IST

સીબીઆઈએ ઈન્ટરપોલની મદદથી યુએઈમાં સફળ ઓપરેશન પાર પાડ્યું છે. એક આરોપી સામે રેડ નોટિસ પાઠવામાં આવી હીત. જ્યારે બિજો આરોપી મહેસાણા પોલીસનો મોસ્ટવોન્ટેડ આરોપી રહેલો છે. જેનાં પગલે બન્નેએ સંયુક્ત રીતે બન્ને આરોપીને ભારત લાવવામાં આવ્યાં છે. 

સીબીઆઈએ ઇન્ટરપોલની મદદથી UAE થી સુહેલ બશીર અને તૌફિક નઝીર ખાનને પરત લાવવા માટે સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું. આ બન્ને આરોપીઓ સામે કેરળ પોલીસ અને ગુજરાત પોલીસ દ્વરા વોન્ટેડ જાહેર કરવામાં આવ્યાં હતા. જેમાં આરોપી સુહેલ બશીર સામે વર્ષ-2023માં બળકોની જાતીય સતામણી કરતાં પોક્સો હેઠળ કેરળનાં એર્નાકુલમ ગ્રામીણ જિલ્લાના મુવટ્ટુપુઝા પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધાયેલ છે. જે કેસ નોંધાયા પછી આ આરોપી ફરાર હતો. કેરળ પોલીસની વિનંતી પર, સીબીઆઈએ 02.12.2024 ના રોજ ઇન્ટરપોલ દ્વારા આ કેસમાં રેડ નોટિસ પ્રકાશિત કરી હતી.જ્યારે બીજો આરોપી મહેસાણા પોલીસે વોન્ટડે જાહેર કર્યો હતો. 

આમ, આ બન્ને આરોપીને ઝડપી પાડવા માટે NCB-અબુ ધાબી અને કેરળ પોલીસે, CBIના ઇન્ટરનેશનલ પોલીસ કોઓપરેશન યુનિટ (IPCU)નાં સહયોગથી, 02.04.2025 ના રોજ વોન્ટેડ રેડ કોર્નર આરોપી સુહેલ બશીરને ભારત લાવવા માટેનું સફળ ઑપરેશન પાર પાડ્યું 

જ્યારે કેરળ પોલીસની એસ્કોર્ટ ટીમ યુએઈથી ભાગેડુ ગુનેગારને લઈને કોચીન આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરત ફર્યા. અગાઉ, સીબીઆઈએ ઇન્ટરપોલ દ્વારા સઘન તપાસ હાથ ધરી હતી અને યુએઈમાં આરોપીઓનાના છુપાવવાના સ્થળોને શોધી કાઢ્યા હતા.

જેનાં પગલે રેડ કોર્નર નોટિસના આરોપી તૌફિક નઝીર ખાનને કોચીન આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર યુએઈથી ભારત પરત લાવવામાં આવ્યો અને ગુજરાત પોલીસની ટીમને સોંપવામાં આવ્યો છે. 

સમગ્ર ઓપરેશન દરમ્યાન ઇન્ટરપોલ દ્વારા પ્રકાશિત રેડ નોટિસ વોન્ટેડ ગુનેગારોને ટ્રેક કરવા માટે વૈશ્વિક સ્તરે તમામ કાયદા અમલીકરણ એજન્સીઓને મોકલવામાં આવે છે. તેમનાં દ્વારા આરોપીને શોધવામાં મહત્વનો ફાળો રહે છે. આમ, છેલ્લા કેટલાક વર્ષોમાં, ઇન્ટરપોલ ચેનલો દ્વારા સંકલન કરીને 100થી વધુ વોન્ટેડ ગુનેગારોને ભારત પાછા લાવવામાં આવ્યાં છે.


joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધ
ઈરાન સામેની જંગમાં નવો વળાંક
આજે 31 માર્ચ
લોકસભામાં અમિત શાહનો લલકાર
‘હોર્મુઝ સ્ટ્રેટ ખોલો, નહીં તો...’,