રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગ (GAD) દ્વારા સચિવાલયમાં મોટી ઉથલ-પાથલ કરવામાં આવી છે. એક સાથે 80થી વધુ અધિકારીઓની બદલી અને બઢતી કરવામાં આવી છે. જેમાં ઘણા અધિકારીઓને હાલના ચાર્જ સાથે વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે.
કેટલાક અધિકારીઓને વધારાનો ચાર્જ સોંપાયો
સરકાર દ્વારા અનેક મહત્વના વિભાગોમાં અધિકારીઓની બદલી કરવામાં આવી છે. જેમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગૃહ વિભાગ, મહિલા અને બાળ વિકાસ વિભાગ, સામાન્ય વહીવટ વિભાગ, મહેસૂલ વિભાગ, માર્ગ અને મકાન વિભાગ, વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ સહિતના વિભાગોમાં નવી નિમણૂકો કરવામાં આવી છે. સરકારના આ વહીવટી ફેરફારોનો મુખ્ય હેતુ વિભાગીય કામગીરીને વધુ ગતિશીલ અને અસરકારક બનાવવાનો હોવાનું માનવામાં આવે છે. કેટલાક અધિકારીઓને તેમની હાલની જવાબદારી ઉપરાંત વધારાનો ચાર્જ પણ સોંપવામાં આવ્યો છે.
તાત્કાલિક નવા હોદ્દા પર ચાર્જ સંભાળવા આદેશ
રાજ્ય સરકારના આદેશ અનુસાર સેક્શન ઓફિસર કક્ષાના અધિકારીઓને અંડર સેક્રેટરી તરીકે બઢતી આપવામાં આવી છે. સાથે જ કેટલાક અધિકારીઓની વિભાગીય બદલી કરીને નવા વિભાગોમાં તેમની નિમણૂક કરવામાં આવી છે. સામાન્ય વહીવટ વિભાગ દ્વારા જારી કરાયેલા પરિપત્રમાં જણાવાયું છે કે સંબંધિત અધિકારીઓએ તાત્કાલિક અસરથી નવા હોદ્દા પર ચાર્જ સંભાળી લેવાનો રહેશે અને તેમની ફરજની વિગતો સંબંધિત વિભાગોને જાણ કરવાની રહેશે.
નીચેની તસવીરોમાં વાંચો, કયા અધિકારીઓને બઢતી આપાઇ અને ક્યા અધિકારીઓને ક્યાંથી ક્યાં મૂકાયા











