Home Gujarat Monsoon Hits These Areas Of Gujarat In The Middle Of Winter

ભર શિયાળે ગુજરાતના આ વિસ્તારોમાં જામ્યું 'ચોમાસું'! : વાતાવરણ ભેજયુક્ત, ખેતી પાકમાં નુકસાનીની ભીતિ

ભર શિયાળે ગુજરાતના આ વિસ્તારોમાં જામ્યું 'ચોમાસું'!
Published by: OBS Bureau
Last Updated: Jan 23, 2026, 04:33 AM IST

ગુજરાતના અલગ-અલગ વિસ્તારોમાં કમોસમી વરસાદના કારણે લોકો અને ખાસ કરીને ખેડૂતોમાં ચિંતા ફેલાઈ છે. કચ્છ જિલ્લામાં અચાનક બદલાયેલા હવામાનને કારણે કમોસમી વરસાદ પડ્યો છે. આ તરફ મહેસાણા જિલ્લામાં પણ કમોસમી વરસાદે વરસ્યો છે.

કચ્છ જિલ્લામાં કમોસમી વરસાદ

કચ્છના નારાયણ સરોવર, વર્માનગર, ગુહર સહિતના વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે. હવામાન નિષ્ણાતોના જણાવ્યા મુજબ પાકિસ્તાન ઉપર સર્જાયેલી કોલ્ડ ફ્રન્ટ કચ્છ તરફ આગળ વધતાં વરસાદી માહોલ સર્જાયો છે. આ કમોસમી વરસાદના કારણે ઊભા પાકને નુકસાન થવાની ભીતી ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે.

મહેસાણામાં ભર શિયાળે જામ્યો ચોમાસા જેવો માહોલ

આ તરફ મહેસાણા જિલ્લામાં પણ કમોસમી વરસાદે મુશ્કેલી ઊભી કરી છે. ભર શિયાળાના સમયમાં ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો. ધીમી ધારે વરસેલા વરસાદના કારણે વાતાવરણ ભેજયુક્ત બની ગયું હતું. અચાનક પડેલા વરસાદને કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા છે, કારણ કે કાપણી માટે તૈયાર પાકને નુકસાન થવાની શક્યતા છે. કમોસમી વરસાદથી ખેતી પર માઠી અસર થવાની આશંકા વચ્ચે ખેડૂતો આકાશ તરફ મીટ માંડીને બેઠા છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now