Home Gujarat Money Laundering Case Supreme Court Grants Conditional Bail To Mahesh Langa

મની લોન્ડરિંગ કેસ ; મહેશ લાંગાને સુપ્રિમ કોર્ટે આપ્યા શરતી જામીન : 6 જાન્યુઆરીએ વધુ સુનાવણી હાથ ધરાશે

મની લોન્ડરિંગ કેસ ; મહેશ લાંગાને સુપ્રિમ કોર્ટે આપ્યા શરતી જામીન
Published by: OBS Bureau
| Last Updated: Dec 16, 2025, 02:26 PM IST

Mahesh Langa bail : મની લોન્ડરિંગ કેસમાં પત્રકાર મહેશ લાંગાને સુપ્રીમ કોર્ટે વચગાળાના શરતી જામીન મંજૂર કર્યા છે. આ મામલે ભારતના મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત તેમજ ન્યાયાધીશ જોયમલ્યા બાગચી અને વિપુલ પંચોલીની બેન્ચ દ્વારા લાંગાની જામીન અરજી પર સુનાવણી કરવામાં આવી હતી.

મહેશ લાંગા સામે બે FIR

મહેશ લાંગાની સામે છેતરપિંડીના ગુનાને લગતી બે એફઆઈઆર નોંધાયેલી છે. લાંગાની પ્રથમ ધરપકડ 7 ઓક્ટોબર, 2024ના રોજ GST છેતરપિંડીના કેસમાં કરવામાં આવી હતી. ત્યારબાદ 20 ફેબ્રુઆરી, 2025ના રોજ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા તેમની મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી.

મહેશ લાંગાને મળ્યા શરતી જામીન

સુપ્રીમ કોર્ટે વચગાળાના જામીન આપતાં સાથે ખાસ અદાલતને આદેશ આપ્યો છે કે નવ સાક્ષીઓના નિવેદનો દૈનિક ધોરણે નોંધવામાં આવે. અદાલતે સ્પષ્ટ કર્યું છે કે લાંગાએ કાર્યવાહીમાં સંપૂર્ણ સહયોગ આપવાનો રહેશે અને તેમની તરફથી કેસ રદ કરવાની અરજી પેન્ડિંગ હોવાના આધાર પર ટ્રાયલમાં કોઈ પણ પ્રકારની મુલતવી આપવામાં નહીં આવે.

6 જાન્યુઆરીએ વધુ સુનાવણી હાથ ધરાશે

સર્વોચ્ચ અદાલતે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટને આ તમામ નિર્દેશોના પાલન અંગે સ્ટેટસ રિપોર્ટ રજૂ કરવાનો પણ આદેશ આપ્યો છે. આ મામલો આગામી 6 જાન્યુઆરીએ વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ગુજરાત પોલીસે ગયા વર્ષે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) છેતરપિંડીના આરોપો સાથે જોડાયેલા કેસમાં મહેશ લાંગાની ધરપકડ કરી હતી, ત્યારબાદ તેમની સામે અનેક કેસ નોંધાયા હતા. બાદમાં ED દ્વારા પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો હતો.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની ડબલ ઈમ્પેક્ટ: માત્ર માર્ચ જ નહીં, એપ્રિલમાં પણ તોફાન સાથે માવઠું આવશે, જાણો અંબાલાલ પટેલની નવી આગાહી

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની ડબલ ઈમ્પેક્ટ

UCC અંગે વિધાનસભામાં હર્ષ સંઘવી અને ગોપાલ ઇટાલિયા આમને-સામને: ખોટા દાવા બદલ ઈટાલિયાએ માફી માગી

UCC અંગે વિધાનસભામાં હર્ષ સંઘવી અને ગોપાલ ઇટાલિયા આમને-સામને

ઐતિહાસિક ક્ષણ: ગુજરાત વિધાનસભામાં UCC બિલ બહુમતીથી પસાર, ઉત્તરાખંડ બાદ ગુજરાત બન્યું દેશનું બીજું રાજ્ય

ઐતિહાસિક ક્ષણ

ગુજરાત વિધાનસભામાં ઐતિહાસિક ક્ષણ: ધ યુનિફોર્મ સિવિલ કોડ ગુજરાત-2026 બિલ પર હર્ષ સંઘવીનું સંબોધન

ગુજરાત વિધાનસભામાં ઐતિહાસિક ક્ષણ

UCC બિલનો વિરોધ: "ચૂંટણીલક્ષી આ બિલની અમે હોળી કરીશું"- ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા

UCC બિલનો વિરોધ
Play Video