વિસાવદરના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા અને મોરબીના ભાજપ ધારાસભ્ય કાંતિ અમૃતિયા વચ્ચે થોડા દિવસ અગાઉ 'મોરેમારા' ચેલેન્જની રાજનીતિ જામી હતી. જેમાં એકબીજાને લલકારીને રાજીનામું આપવાની પણ વાત કરી હતી. જે બાદ મંગળવારે બંને નેતાઓ એક બીજા સાથે સંવાદ કરતા ગાંધીનગર સચિવાલયમાં જોવા મળતા લોકો માટે દૂધનું દૂધ અને પાણી-પાણી થઈ ગયું. તેમના 'મોરેમારા' ચેલેન્જની વાસ્તવિક્તા પણ લોકો સૌથી પહોંચી છે.
નેતાઓના અસલી રંગ!
ગઈકાલે એટલે કે, મંગળવારના રોજ ભાજપના ધારાસભ્ય કાંતિ અમૃતિયા અને ગોપાલ ઇટાલિયા એકસાથે હળવી શૈલીમાં જોવા મળ્યા હતા. સોશિયલ મીડિયા પર ચાલેલા રાજીનામા મામલે નાટકબાજી અને આક્ષેપ-પ્રતિઆક્ષેપ અને ચેલેન્જના ડ્રામા બાદ સચિવાલયમાં બંનેની મુલાકાતે સૌનું ધ્યાન ખેંચ્યું છે. સોશિયલ મીડિયામાં બન્નેના ફોટા વાયરલ થવા મુદે કાંતિ અમૃતિયાનું નિવેદન સામે આવ્યું છે.
વાયરલ ફોટો અંગે કાંતિ અમૃતિયાએ શું કહ્યું?
વાયરલ ફોટો અંગે કાંતિ અમૃતિયા કહ્યું કે, ''ગોપાલ ઇટાલિયા પણ સચિવાલય આવ્યા હતા હું પણ આવ્યો હતો. આ પ્રજા છે ક્યારેક હાર પણ પહેરાવે અને ક્યારે મારે પણ ખરાં, હજી એક સીટ આવી છે આવું કેમ કર્યું, હજી મારા સ્ટેન્ડ મામલે હું કલિયર છું, મારા સ્ટેન્ડ હતું કે મારી તૈયારી હજી પણ છે''.
એક સીટમાં લાફા મારો છો તો તમારૂ ભવિષ્ય શું?
તેમણે કહ્યું કે, તે ત્યાં ઉભા હતા એટલે હું તેમને કહેવા માટે ગયો હતો કે, તમારી એક સીટ આવી છે, એમાં તમે મોરબીની એક સભામાં લાફા માર્યા એ વ્યાજબી નથી, અમે 30 વર્ષથી છીએ, અમારે તો થાળીઓ વગાડી, ઓફિસો સળગાવી, જનતા રજૂઆતો કરે એમાં લાફા ન મરાય. તમે એક સીટમાં લાફા મારો છો તો તમારૂ ભવિષ્ય શું?






