Home International Modi Trump Meeting G7 2026 Hormuz Crisis Analysis

ઈરાન યુદ્ધ વચ્ચે ટ્રમ્પ-મોદીની મુલાકાતના અણસાર : જૂનમાં ફ્રાન્સમાં યોજાશે G7 સમિટ, બંને દેશોના વિદેશ મંત્રીઓ પણ મળશે

Donald Trump And Modi
Published by: Viral Patel
Last Updated: Apr 26, 2026, 01:04 PM IST

Donald Trump: અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે મુલાકાત થવાની શક્યતા છે. આવતા મહિને આ મુલાકાત શેડ્યૂલ છે, જેની તૈયારીઓ અત્યારે પૂરજોશમાં ચાલી રહી છે. આ મહત્વપૂર્ણ મુલાકાત પહેલા બંને દેશોના વિદેશ મંત્રીઓ પણ એકબીજાને મળી શકે છે.

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા જંગ અને હોર્મુઝ સ્ટ્રેટ (Strait of Hormuz) માં વધતા તણાવ વચ્ચે વડાપ્રધાન મોદી અને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની બેઠક થવાના અણસાર વર્તાઈ રહ્યા છે. ફ્રાન્સમાં જૂન મહિનામાં G7 સમિટ યોજાવા જઈ રહી છે, જેમાં બંને દેશોના વડાઓ મળી શકે છે. આ બેઠક દરમિયાન ઈરાન યુદ્ધ, મિડલ ઈસ્ટની વર્તમાન સ્થિતિ પર ચર્ચાની સાથે દ્વિપક્ષીય મંત્રણા પણ થઈ શકે છે. આ સમિટ અને મોદી-ટ્રમ્પની મુલાકાતની તૈયારીઓ માટે અમેરિકી વિદેશ મંત્રી માર્કો રુબિયો મે મહિનામાં દિલ્હી આવશે અને ભારતીય વિદેશ મંત્રી એસ. જયશંકર સાથે મુલાકાત કરશે.

આ પણ વાંચો: મહુવામાં ચૂંટણીના માહોલ વચ્ચે લોહિયાળ ખેલ : એસ.ટી. સ્ટેન્ડ પાસે યુવાનની છરીના ઘા ઝીંકી કરપીણ હત્યા

ફેબ્રુઆરી 2025માં થઈ હતી છેલ્લી મુલાકાત

નોંધનીય છે કે માર્કો રુબિયો ભારતીય વિદેશ મંત્રી જયશંકર સાથેની મુલાકાત દરમિયાન ફ્રાન્સ સમિટની રૂપરેખા તૈયાર કરશે. આ સમિટ 15 થી 17 જૂન વચ્ચે યોજાઈ શકે છે. છેલ્લી વાર બંને નેતાઓ ફેબ્રુઆરી 2025 માં મળ્યા હતા. ત્યારપછી અત્યાર સુધી બંને વચ્ચે માત્ર ફોન પર જ વાતચીત થતી રહી છે. પરંતુ હવે ફ્રાન્સના Évianમાં બંને વચ્ચે ઔપચારિક બેઠક થઈ શકે છે. ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોને વડાપ્રધાન મોદીને આ સમિટમાં ભાગ લેવા માટે આમંત્રણ આપ્યું છે. જોકે, હજુ સુધી ટ્રમ્પ કે મોદી તરફથી સમિટમાં સામેલ થવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

ટ્રમ્પ પર ભારત સાથે સંબંધો સુધારવાનું દબાણ

અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પ ભારત સાથેના સંબંધોને ફરી પાટા પર લાવવા માંગે છે. ફેબ્રુઆરી 2025 પછી બનેલી અનેક ઘટનાઓને કારણે બંને દેશો વચ્ચે 'કોમ્યુનિકેશન ગેપ' સર્જાયો છે. આથી રાષ્ટ્રપતિ ટ્રમ્પ પર ભારત સાથેના સંબંધો સુધારવાનું દબાણ પણ છે. અમેરિકાના પાકિસ્તાન પ્રત્યેના ઝુકાવને કારણે પણ ભારત સાથેના સંબંધોમાં તણાવ જોવા મળ્યો છે. તાજેતરમાં જ ભારત વિશે કરેલી કેટલીક વિવાદાસ્પદ ટિપ્પણીઓને કારણે સંબંધોમાં કડવાશ આવી હતી. જોકે, રાષ્ટ્રપતિ ટ્રમ્પ વડાપ્રધાન મોદીને પોતાના 'સૌથી સારા અને નજીકના મિત્ર' ગણાવતા રહ્યા છે, તેમ છતાં રાજદ્વારી સંબંધોમાં છેલ્લા કેટલાક સમયથી તણાવ યથાવત રહ્યો છે.


આ પણ વાંચો: શીલજમાં દેખાયો લોકશાહી પ્રત્યેનો ઉત્સાહ : સામાન્ય રીતે સવારે મતદાન કરનારા આનંદીબેન પટેલ આ વખતે કેમ બપોરે પહોંચ્યા?

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now