આમ આદમી પાર્ટીમાંથી ધારાસભ્ય ઉમેશ મકવાણાને સસ્પેન્ડ કરવામાં આવ્યા પછી તેમણે આમ આદમી પાર્ટીએ દૂરી બનાવી લીધી છે, પરંતુ ભાજપમાં ભળવાની ચર્ચા વચ્ચે ધારાસભ્ય ઉમેશ મકવાણાએ ભાજપના પૂર્વ મંત્રી અને નેતા સૌરભ પટેલને જન્મદિવસની શુભકામનાની ફેસબુક પર પોસ્ટ કરી છે. જે બાદ અનેક તર્ક વિતર્ક શરૂ થયા છે.
ભાજપ નેતાને પાઠવી શુભેચ્છા
ધારાસભ્ય ઉમેશ મકવાણાએ કરેલી પોસ્ટથી ફરીએકવાર રાજકીય ચર્ચા તેજ થઈ છે. ભાજપના નેતા સૌરભ પટેલને શુભકામનાઓની બોટાદના ધારાસભ્યની પોસ્ટથી કરી છે, ત્યારે ભાજપમાં જોડાવાની અટકળોને વધુ વેગ મળ્યો છે.
ઉમેશ મકવાણા AAP સામે રોષ ઠાલવ્યો હતો?
અગાઉ ઉમેશ મકવાણાએ એક પ્રેસ કોન્ફરન્સ યોજી પોતાનો રોષ ઠાલવ્યો હતો. તેમણે આક્ષેપ કર્યો હતો કે, ''ગુજરાતમાં ઘણા વર્ષોથી દરેક પક્ષમાં જાતિવાદી વિચારધારા વાળા લોકોનું વર્ચસ્વ વધી રહ્યું છે, 2020 પહેલા હુ ભાજપમાં હતો ત્યાર બાદ હું આપમાં જોડાયો અને 2022માં હુ ધારાસભ્ય બન્યો તેમજ મેં 5 વર્ષમાં અલગ અલગ હોદ્દા પર સેવા આપી, પણ જ્યારે પછાત સમાજના લોકોના પ્રશ્નો ઉઠાવવાના હોય ત્યારે દરેક પક્ષના લોકો પાછી પાની કરે છે, દરેક પક્ષમાં પછાત સમાજના મુખ્યમંત્રી બનાવામાં નિષ્ફળ નીવડ્યા છે. મારી પાર્ટીમાં પણ જ્યારે હોદ્દા આપવાની વાત હોય ત્યારે કોળી સમાજના નિગમ, શિક્ષણની વાત આવે ત્યારે બધા તેમની વોટ બેંકનો ઉપયોગ કરે છે''.






